National Herald Case: નેશનલ હેરાલ્ડ કેસમાં તપાસ કરી રહેલા પ્રવર્તન નિર્દેશાલયે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને સમન્સ મોકલ્યું છે. સમન્સ મોકલીને 21 જુલાઈએ સોનિયા ગાંધીને નેશનલ હેરાલ્ડ કેસમાં તપાસ માટે હાજર રહેવા માટે કહેવામાં આવ્યું છે. જણાવી દઈએ કે, સોનિયા ગાંધીએ ગત દિવસોમાં સ્વાસ્થ્ય કારણોના કારણે ઈડી હેડક્વાર્ટરમાં હાજર ના થવા અંગે છૂટ માંગી હતી.
આ પહેલાં નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધીના પુત્ર અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી સાથે લગભગ 50 કલાક સુધી EDએ પુછપરછ કરી હતી. નેશનલ હેરાલ્ડ કેસમાં આરોપ છે કે, સોનિયા ગાંધી અને તેમના સહયોગીએ એસોસિયેટ જર્નલ લિમિટેડ પર કબ્જો કરવા માટે યંગ ઈન્ડિયન નામની કંપની બનાવી હતી અને આ કંપનીમાં શૈલ કંપનીઓ દ્વારા લોન લેવામાં આવી હતી.
આરોપ છે કે, કોંગ્રેસે 90 કરોડ રુપિયાની કથિત લોન એસોસિયેટ જનરલ લિમિટેડને આપી હતી. આ લોન કોંગ્રેસે યંગ ઈન્ડિયનને આપી હતી અને આના આધારે એસોસિયેટ જર્નલ લિમિટેડેના મોટાભાગના શેર સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પાસે ટ્રાન્સફર થઈ ગયા હતા. આરોપ છે કે, 90 કરોડ રુપિયાની લોનના બદલામાં યંગ ઈન્ડિયનને કોંગ્રેસે ફક્ત 50 લાખ રુપિયા આપ્યા હતા. હાલ આ કેસમાં પ્રવર્તન નિર્દેશાલય (ED) તપાસ કરી રહી છે. અને હવે આ તપાસમાં સોનિયા ગાંધી સાથે પુછપરછ કરવા માટે સમન્સ મોકલવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃ
Gujarat Rain: વરસાદને કારણે રાજ્યમાં અત્યાર સુધીમાં આટલા લોકોના મોત, 9 હજાર જેટલા લોકોનું સ્થળાંતર
વલસાડમાં મૂશળધાર વરસાદ, ઘરોમાં ભરાયા પાણી, જળબંબાકારની સ્થિતિ, 300થી વધુ લોકોનું સ્થળાંતર