‘અપાચે એએચ-64ઇ’ હેલિકૉપ્ટર દુનિયાના સૌથી આધુનિક અને ઉન્નત હેલિકૉપ્ટર છે અને અમેરિકન સેના આનો ઉપયોગ કરી રહી છે. આઠ અપાચે હેલિકૉપ્ટર એરફોર્સમાં સામેલ થયા છે જે સેનાની લડાકૂ ક્ષમતાને વધારશે.
એરફોર્સે અપાચે હેલિકૉપ્ટર માટે અમેરિકન સરકાર અને બૉઇંગ લિમીટેડની સાથે સપ્ટેમ્બર 2015માં કેટલાય અબજ ડૉલરનો કરાર કર્યો હતો. આ અંતર્ગત બૉઇંગે 27 જુલાઇએ 22 હેલિકૉપ્ટરમાંના પહેલા ચાર હેલિકૉપ્ટર આપ્યા હતા. આ કરાર થયાના લગભગ ચાર વર્ષ બાદ ‘હિંડન એરબેઝ’માં ભારતીય વાયુસેનાને અપાચે હેલિકૉપ્ટરોની પહેલી બેચની ડિલીવરી કરવામાં આવી હતી.