ઔરંગાબાદ/નવી દિલ્લી: બિહારના ઔરંગાબાદના જંગલમાં સીઆરપીએફના કોબરા બટાલિયનના આઠ કમાંડો આઈઈડી બ્લાસ્ટમાં શહીદ થયા છે. કમાંડો પર નક્સલીઓના મોટા જૂથે હુમલો કર્યો હતો. ચાકરબંદગના જંગલમાં કોબરાના કમાંડોને નિશાન બનાવવા માટે ઠેર-ઠેર આઈઈડીની છાવણી રાખવામાં આવી હતી. કમાંડો તેના શિકાર બન્યા હતા.


ઔરંગાબાદના ચાકરબંદને જંગલમાં કાલે પેટ્રોલિંગ કરી રહેલા કોબરા કમાંડો નક્સલીઓની કાયરતાની જાળમાં ફસાઈ ગયા હતા. પેટ્રોલિંગ કરી રહેલા કમાંડોએ નક્સલીઓ પર જમીન પરથી હુમલો કર્યો હતો. જમીનમાં ટનલમાં વિસ્ફટકો રાખીને કોબરા કમાંડોને શિકાર બનાવવામાં આવ્યા હતા. જેમાં આઠ જવાનો શહીદ થયા છે. શહીદ થયેલા કમાંડો 205 કોબરા બટાલિયનના હતા.

અધિકારીઓએ કહ્યું કે આઈઈડી વિસ્ફોટમાં કોબરા ઈકાઈના જવાનો પર હુમલો કરવામાં આવ્યો જે બાદ બંને બાજુથી ગોળીબાર થયો હતો. આ ગોળીબારમાં ત્રણ નક્સલીઓ માર્યા ગયા. આ ઘટના ઈમામગંજની સીમા પાસે આવેલા જિલ્લાના ચકરબંદ જંગલમાં થઈ. ઘટનાસ્થળેથી હથિયાર અને કારતૂસ મળી આવ્યા છે.

કોબરા બટાલિયનને જંગલમાં નક્સલીઓ સાથે લડવા માટે જ બનાવવામાં આવી છે, જંગલમાં રહી ને જ કોબરા બટાલિયન કામ કરે છે.