નવી દિલ્હીઃ આતંક વિરુદ્ધ ભારતીય સેનાએ મોટી કાર્યવાહી શરૂ કરી દીધી છે, સુરક્ષાદળોને એક મોટી સફળતા હાથ લાગી છે. જમ્મુ પોલીસે એક મોટા આતંકી મૉડ્યૂલનો પર્દાફાશ કર્યો છે, જેમાં આઠ શંકાસ્પદ આતંકીઓને પકડી પાડવામાં આવ્યા છે.


આ આઠ આતંકીઓને સાંબા, જમ્મુ, રામબન અને શોપિયામાંથી પકડી પાડવામાં આવ્યા છે. આ લોકોની સતત પુછપરછ થઇ રહી છે. આ શંકાસ્પદ આતંકીઓ ટ્રક મારફતે જમ્મ-કાશ્મીરમાં એક્ટિવ આતંકીઓ સુધી હથિયાર પહોંચાડવાની ફિરાકમાં હતા.



સુત્રો અનુસાર આમાંથી એક ઇમ્તિયાઝ છે, જેને પાકિસ્તાન તરફથી કન્ટીન્યૂ નિર્દેશો મળી રહ્યાં હતા. પાકિસ્તાનમાંથી આશિક હૂસેન નામનો શખ્સ સતત ઇમ્તિયાઝના સંપર્કમાં હતો અને સતત નિર્દેશો આપી રહ્યો હતો. ઇમ્તિયાઝ શોપિયાનો રહેવાસી છે અને તેના આતંકીઓ સાથે જુના સંબંધો છે.