ન્યૂયોર્કઃ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને ફરી એકવાર બાલાકોટ એરસ્ટ્રાઇકની વાતને સ્વીકારી છે. ન્યૂયોર્કમાં ઇમરાને એશિયા સોસાયટીના કાર્યક્રમમાં કહ્યું કે, તેમને પહેલાથી જ ખબર હતી કે, ભારત હુમલો કરશે, અમે રડારથી જોઇ રહ્યાં હતા.

ઇમરાને કહ્યું કે, અમે પણ ભારત પર બૉમ્બમારો કરી શકતા હતા, પણ જો કર્યુ હોય તો વિવાદ વધી જતો.



ઇમરાને કહ્યું કે, મને સવારે ત્રણ વાગે સેના પ્રમુખ અને એર ચીફે ફોન કર્યો અને જણાવ્યુ કે એરસ્ટ્રાઇક કરી છે. અમે પણ તેમના ઘણાબધા સ્થાનો લૉક કર્યા હતા. મેં કહ્યું સવારે જોવુ પડશે કેટલુ નુકશાન થયુ છે કેમકે તે સમયે રાત્રનુ અંધારુ હતુ. ઇમરાને કહ્યું કે અમે જોયુ કે કંઇ નુકશાન ન હતુ થયુ.



ઇમરાને કહ્યું કે જો અમે સામે કાર્યવાહી કરતાં તો ભારત પર બૉમ્બમારી કરતાં પણ પછી વિવાદ વધુ વકરતો, અને અમને આ વિવાદ મોટો થવાનો ખતરો હતો. અમારી પાસે જેવા હથિયારો છે, તે જોઇને લાગ્યુ કે આમ ના થવુ જોઇએ. ઉલ્લેખીય છે કે ઇમરાન ખાને ભારતીય વાયુસેનાની એરસ્ટ્રાઇકને કબુલી છે.