ઉત્તર પ્રદેશ ચૂંટણીના બીજા તબક્કાની 55 બેઠકો અને ઉત્તરાખંડ-ગોવાની તમામ બેઠકો પર સોમવારે મતદાન થયું હતું. ગોવામાં 60 વિધાનસભા બેઠકો માટે મતદારોએ બમ્પર મતદાન કર્યું હતું. યુપીમાં સાંજે 5 વાગ્યા સુધી 60.44 ટકા મતદાન થયું હતું. જ્યારે ઉત્તરાખંડમાં 59.37 ટકા અને ગોવામાં 75.29 ટકા મતદાન થયું હતું.


જો કે, યુપીમાં કેટલાક સ્થળોએ ધીમા મતદાન અને વિજળી જતી રહેવાના અહેવાલો પણ બન્યા છે. મુરાદાબાદની રાજકલા જનરેશન ગર્લ્સ ઇન્ટર કોલેજમાં પણ લાઇટ ન હોવાના કારણે મતદાન અટકાવવામાં આવ્યું હતું. મતદારો અડધા કલાક સુધી લાઈટની રાહ જોઈ હતી.  જિલ્લા વહીવટી તંત્રએ લાઇટિંગ માટે પણ કોઇ વૈકલ્પિક વ્યવસ્થા કરી ન હતી. રામપુર વિધાનસભા સીટ પર 56.2 ટકા વોટ પડ્યા, જ્યાં સપાના ઉમેદવાર આઝમ ખાન છે. તે જ સમયે, સ્વાર વિધાનસભા બેઠક પર 54.13 ટકા મતદાન થયું હતું. આઝમ ખાનના પુત્ર અબ્દુલ્લા અહીંથી સપાના ઉમેદવાર છે.


યુપીમાં ક્યાં કેટલા ટકા મતદાન (સાંજે 5 વાગ્યા સુધી)


અમરોહા - 66.15%
બરેલી - 57.68%
બિજનૌર - 61.44%
બદાયૂ - 55.98%
મુરાદાબાદ - 64.52%
રામપુર - 60.10%
સહારનપુર - 67.05%
સંભલ - ​​56.88%
શાહજહાંપુર - 55.20%


ઉત્તરાખંડના શહેરોમાં શું સ્થિતિ હતી (સાંજે 5 વાગ્યા સુધી)


અલમોડા - 50.65 ટકા
બાગેશ્વર - 57.83%
ચમોલી - 59.28 ટકા
ચંપાવત - 56.97 ટકા
દેહરાદૂન - 52.93 ટકા
હરિદ્વાર - 67.58 ટકા
નૈનીતાલ - 63.12 ટકા
પૌરી ગઢવાર - 51.93 ટકા
પિથોરાગઢ - 57.49 ટકા
રૂદ્રપ્રયાગ - 60.36 ટકા
ટિહરી ગઢવાલ - 52.66 ટકા
ઉધમ સિંહ નગર - 65.13 ટકા
ઉત્તરકાશી - 65.55 ટકા


ગોવામાં શું સ્થિતિ છે


જો ઉત્તર ગોવાની વાત કરીએ તો ત્યાં 75.33 ટકા મતદાન થયું છે. જ્યારે દક્ષિણ ગોવામાં 75.26 ટકા મતદાન થયું હતું.


ચૂંટણીમાં ત્રણ રાજ્યોની કુલ 165 બેઠકો માટે 1519 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં યુપીની 55 વિધાનસભા સીટો માટે 586, ઉત્તરાખંડની 70 સીટો પર 632 અને ગોવામાં 40 સીટો પર 301 ઉમેદવારો મેદાનમાં છે.