19 જૂને આ બેઠકો પર થશે મતદાન
રાજ્યસભાની જે 18 બેઠકો માટે 19 જૂને મતદાન થશે. તેમાં આંધ્રપ્રદેશની 4 બેઠક, ગુજરાતની 4 બેઠક, ઝારખંડની 2 બેઠક, મધ્યપ્રદેશની 3 બેઠક, મણિપુરની 1 બેઠક, મેધાલયની 1 બેઠક અને રાજસ્થાનની 3 બેઠકો સામેલ છે.
55 બેઠકો પર ચૂંટણી થવાની હતી પરંતુ 37 બેઠકો પર નિર્વિરોધ ચૂટાયા સદસ્ય
ફેબ્રુઆરી મહિનામાં ચૂંટણી પંચે રાજ્યસભાની 55 બેઠકો માટે અધિસૂચના જાહેર કરી હતી પરંતુ આ 55 બેઠકોમાંથી 10 રાજ્યોની 37 રાજ્યસભા બેઠકો પર સદસ્ય નિર્વિરોધ ચૂંટાયા હતા. 26 માર્ચે 7 રાજ્યોની 18 બેઠકો માટે રાજ્યસભા ચૂંટણી યોજાવાની હતી. આ ચૂંટણીને લોકડાઉનના કારણે ટાળવામાં આવી હતી.
એપ્રિલ મહિનામાં જે રાજ્યસભા બેઠકો ખાલી થવાની હતી તેમાં સૌથી વધુ બેઠકો મહારાષ્ટ્રની હતી અને ત્યારબાદ તમિલનાડુ, બંગાળ અને બિહારનો નંબર હતો. તેમાંથી 10 રાજ્યોની 37 બેઠકો પર ચૂંટણીની જરૂર નથી રહી કારણ કે અહીં ઉમેદવારો નિર્વિરોધ ચૂંટાયા છે.