નવી દિલ્હીઃ ચૂંટમી પંચે ચાર રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરી છે. રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમમાં એક સાથે ચૂંટણી થશે. આ સાથે જ આ પાંચેય રાજ્યમાં ચૂંટણી આચાર સંહિતા લાગુ કરવામાં આવી છે.


છત્તીગસઢમાં પ્રથમ તબક્કામાં 12 નવેમ્બરે મતદાન થશે. 23 ઓક્ટોબરે ઉમેદવારી નોંધાવવાની છેલ્લી તારીખ અને 24 ઓક્ટોબરે સ્ક્રૂટીની થશે. પ્રથમ તબક્કામાં 18 સીટો પર મતદાન થશે. બીજા તબક્કા માટે 20 નવેમ્બરે મતદાન થશે. મધ્ય પ્રદેશમાં 28 નવેમ્બરે મતદાન થશે. રાજસ્થાનમાં 7 ડિસેમ્બરે મતદાન થશે. જ્યારે મિઝોરમમાં 28 નવેમ્બરે મતદાન થશે. તેલંગાણામાં 7 ડિસેમ્બરે મતદાન થશે. તમામ રાજ્યો માટે 11 ડિસેમ્બરે મતગણતરી થશે.

પ્રેસ કોન્ફરન્સમાં મુખ્ય ચૂંટણી કમિશ્નર ઓપી રાવતે જાણકારી આપતા કહ્યું કે, 15 ડિસેમ્બર પહેલા ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે, ચૂંટણીમાં આધુનિક ઈવીએમ અને વીવીપેટ મશીનોનો ઉપયોગ કરવામાં આવશે. સાથે જ મતદાનની વીડિયોગ્રાફી પણ કરવામાં આવશે.