નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થવાની સાથે જ ચૂંટણી પંચે કડક કાર્રવાઈ શરૂ કરી દીધી છે. રેલી અને ભાષણો ઉપરાંત ચૂંટણી પંચ આ વખતે સોશિયલ મીડિયા પર પણ નજર રાખી રહ્યું છે. દિલ્હીમાં ભાજપના ધારાસભ્ય ઓમપ્રકાશ શર્મા દ્વારા ફેસબુક પર વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનની તસવીર શેર કરવામાં આવી હતી, જેને કારણે ચૂંટણી પંચે હટાવવાનો આદેશ આપ્યો છે. ચૂંટણી પંચે તેના માટે ફેસબુકને જાણ પણ કરી છે.
ચૂંટણી પંચ તરફતી પહેલા જ રાજનીતિક પાર્ટીઓને કહેવામાં આવ્યું છે કે, કોઈપણ પાર્ટી પોતાના બેનર, પોસ્ટરમાં સેના અથવા સેનાના જવાનની તસવીરનો ઉપયોગ ન કરે. જણાવીએ કે, હાલમાં જ ઘણાં એવા પોસ્ટર જોવા મળ્યા હતા જેમાં વિંગ કમાન્ડર અભિનંદનની તસવીર હતી.
ચૂંટણી પંચ તરફથી માત્ર ફેસબુક અને ટ્વિટરને પણ લોકસભા ચૂંટણી અંતર્ગત કાર્રવાઈ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. જેમાં ચૂંટણી સંબંધિત સામગ્રી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી હટાવવાની વાત કહેવામાં આવી છે. નોંધનીય છે કે, 10 માર્ચના રોજ ચૂંટણી પંચે સામાન્ય ચૂંટણી 2019ની તારીખોની જાહેરાત કરી છે, ત્યાર બાદથી જ આચાર સંહિતા લાગૂ થઈ ગઈ છે.