UP Assembly Election 2022: યુપીના સીએમ યોગી આદિત્યનાથે તેમનો પ્રથમ કાર્યકાળ પૂરો થતાં લખનઉમાં રાજભવન ખાતે રાજ્યપાલ આનંદીબેન પટેલને રાજીનામું  સોંપ્યુ હતું. યુપીમાં પાર્ટીએ ચૂંટણી જીતી છે. સીએમ ગોરખપુર શહેરથી તેમની સીટ જીત્યા છે. તમને જણાવી દઈએ કે યુપીમાં 37 વર્ષ પછી આવું થઈ રહ્યું છે, 5 વર્ષનો કાર્યકાળ પૂરો કરીને સરકાર ફરી સત્તામાં આવી રહી છે. ભાજપે 403માંથી 273 બેઠકો જીતી છે.


રાજ્યમાં 18 વર્ષમાં પ્રથમ વખત કોઈ મુખ્યમંત્રી ચૂંટણી લડ્યા છે. આ પહેલા 18 વર્ષ પહેલા એટલે કે 2003માં મુલાયમ સિંહ યાદવ મુખ્યમંત્રી રહીને ચૂંટણી લડ્યા હતા. તેઓ મૈનપુરીના ગુન્નૌરથી ચૂંટણી લડ્યા હતા. રાજ્યના ચૂંટણી ઈતિહાસમાં આઝાદી બાદ આજદિન સુધી કોઈ મુખ્યમંત્રી પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કરીને ફરીથી મુખ્યમંત્રી બન્યા નથી. અગાઉ જેઓ ફરીથી સીએમ બન્યા તેઓ પોતાનો કાર્યકાળ પૂરો કરી શક્યા નથી.