Elections 2022 Voting Live: પંજાબમાં 63.44 ટકા મતદાન, યૂપીમાં 57 ટકાથી વધુ મતદાન
Elections 2022: ઉત્તર પ્રદેશ અને પંજાબમાં આજે વોટિંગ થઈ રહ્યું છે.
Elections 2022 Voting Live: પંજાબમાં 63.44 ટકા મતદાન થયું છે, જ્યારે ઉત્તરપ્રદેશમાં 57 ટકાથી વધુ મતદાન નોંધાયું છે.
સાંજે 5 વાગ્યા સુધીમાં પંજાબમાં 63.44 ટકા અને ઉત્તરપ્રદેશમાં ત્રીજા તબક્કામાં 57.44 ટકા મતદાન થયું છે.
બપોરે ત્રણ વાગ્યા સુધીમાં પંજાબમાં 49.81 ટકા અને ઉત્તરપ્રદેશમાં ત્રીજા તબક્કામાં 48.818 ટકા મતદાન થયું છે.
બપોરે એક વાગ્યા સુધીમાં પંજાબમાં 34.01 ટકા અને ઉત્તરપ્રદેશમાં ત્રીજા તબક્કામાં 35.88 ટકા મતદાન થયું છે.
ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં આજે 59 સીટ પર મતદન ચાલી રહ્યું છે. કાનપુરમાં ભારતીય જનતા પાર્ટીના નેતા અને મેયર પ્રમિલા પાંડેએ ચૂંટણી પંચના નિયમોનો ભંગ કરીને મતદાન કરતી વખતે તેમનો ફોટો ખેંચ્યો હતો. પ્રમિલા પાંડેએ આમ કરીને મતદાનની ગુપ્તતાનો ભંગ કરીને આ ફોટો તેના સત્તાવાર ફેસબુક પેજ પર પણ પોસ્ટ કર્યો. આ મામલાની નોંધ લેતા, ચૂંટણી પંચે તેમની સામે કડક કાર્યવાહી કરી છે. જિલ્લા ચૂંટણી અધિકારી એ જણાવ્યું કે પ્રમિલા પાંડે વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે.
ચૂંટણી પંચના આંકડા પ્રમાણે ઉત્તર પ્રદેશમાં ત્રીજા તબક્કામાં સવારે 9 વાગ્યા સુધીમાં8.15 ટકા અને પંજાબમાં 4.80 ટકા મતદાન થયું છે.
મુલાયમ સિંહ યાદવના ભાઈ અભય રામ યાદવે સૈફઈ વોટિંગ કર્યું,. તેઓ મત આપવા બાઇક પાછળ બેસીને આવ્યા હતા.
આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ભગવંત માને કહ્યું છે કે પંજાબ માટે આ એક મોટો દિવસ છે. હું તમામ મતદારોને અપીલ કરીશ કે કોઈના દબાણ કે લાલચમાં ફસાઈ ન જાવ, પોતાની મરજીથી મતદાન કરો.
પંજાબના મુખ્યમંત્રી ચરણજીત ચન્નીએ વોટિંગ પહેલા ગુરુદ્રારામાં માથું ટેકવ્યું અને કહ્યું અમે ચૂંટણી જીતવા તમામ પ્રયાસો કર્યા છે.
દેશમાં પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના ભાગરૂપે ઉત્તર પ્રદેશમાં રવિવારે ત્રીજા તબક્કા હેઠળ કન્નૌજ, ઈટાવા, ઓરૈયા, હાથરસ સહિત 16 જિલ્લાની 59 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. આજે મતદાનમાં સપા અધ્યક્ષ અખિલેશ યાદવ, કેન્દ્રીય મંત્રી એસ.પી. સિંહ બઘેલ, શિવપાલ સિંહ યાદવ, યોગી સરકારના મંત્રી સતીશ મહાના, નીલિમા કટિયાર, રામ નરેશ અગ્નિહોત્રી અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી સલમાન ખુરશીદનાં પત્ની લુઈસ ખુરશીદ જેવા દિગ્ગજોના ભાવી સીલ થશે.
બ્રેકગ્રાઉન્ડ
Elections 2022: ઉત્તર પ્રદેશ અને પંજાબમાં આજે વોટિંગ થઈ રહ્યું છે. ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીમાં ત્રીજા તબક્કામાં 16 જિલ્લાની 59 વિધાનસભા બેઠકો પર જ્યારે પંજાબમાં તમામ 117 બેઠકો પર રવિવારે મતદાન થઈ રહ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -