Energy Crisis:થોડા દિવસ પહેલા ચીનમાં વીજળી સંકટના કારણે દુનિયાભરના સમાચાર પત્રોમાં આ સમાચાર છપાયા હતા. ચીનમાં થર્મલ પાવર પ્લાન્ટમાં કોલસાની તંગીના કારણે વીજ સંકટ સર્જાયું હતું અને ઘરોના વીજ કનેકશન કાપી લેવાયા હતા. આવું જ સંકટ હવે ભારત પર પણ તોડાઇ રહ્યું છે.


દુનિયામાં સૌથી ઝડપથી વધતી ઇકોનોમીમાં પાવર પ્લાન્ટમાં કોલસાની પૂરતી આપૂર્તિ ન થતી હોવાથી વીજ સંકટ તોળાઇ રહ્યું છે.કોલસાથી વીજળી બનાવતા પાવર પ્લાન્ટની પાસે હાલ સરેરાશ 4 દિવસનો જ સ્ટોક છે. છેલ્લા કેટલાક વર્ષોનો આ સૌથી ચિંતાજનક સ્ટોક છે. ઓગસ્ટ માસની વાત કરીએ તો પાવર પ્લાન્ટની પાસે સરેરાશ 13 દિવસનો કોલસો હતો.  હાલ દેશના અડધાથી વધુ પાવર પ્લાન્ટે વીજ સંકટની ચેતાવણી આપી છે.


ભારત માટે બે મોટા પડકાર


ભારતમાં 70% વીજળી કોલસાથી બને છે. આ સંકટના કારણે વીજળીના સ્પોટ રેટ પણ વધી ગયા છે. દેશમાં કોલસની આપૂર્તિ અલુમિનિયમ સ્ટીલ મીલ્સને કરવામાં આવી રહી છે. ચીનની જેમ ભારત પણ હાલ બે મોટા પડકાર સામે ઝઝૂમી રહ્યું છે. દેશમાં કોરોના વાયરસના સંક્રમણની રફતાર ઘટતાં ઔદ્યોગિક પ્રવૃતિ વધી છે આ કારણે વીજ પૂરવઠાની માંગણી વધી રહી છે. તો બીજી બાજુ દેશમાં સ્થાનિક સ્તર પર કોલસાનું ઉત્પાદન ઘટ્યું છે. ભારતમાં આપણી જરૂરિયાતનો ત્રીજાના ચોથા ભાગનો કોલસો તેના જ  સ્રોતથી પૂરો કરવામાં આવે છે. આ વર્ષે કોલસાની ખાણમાં ભારે વરસાદના કારણે  પાણી ભરેલ હોવાથી મહત્વપૂર્ણ ટ્રાન્સપોર્ટ રૂટ પણ બંધ થઇ ગયા છે.


કોલસાથી ચાલતા પાવર પ્લાન્ટ્સના સંચાલકો હાલ ખૂબ જ ખરાબ સ્થિતિનો  સામનો કરી રહ્યા છે. સ્થાનિક બજારમાં  કોલસાનો પુરવઠો સુનિશ્ચિત કરવા માટે તેમને ભારે પ્રીમિયમ ચૂકવવાની ફરજ પડે છે.  તેમને સ્થાનિક સ્રોતોમાંથી કોલસો ન મળતાં,  તેઓ દરિયા કિનારેમ મોજૂદ કોલ માર્કેટ માં જઈ રહ્યા છે જ્યાં ભાવ રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે.