Bhopal : મધ્યપ્રદેશમાં ગુરુવારે એક કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ ભાષણ આપી રહ્યા હતા, આ દરમિયાન જે થયું તેનાથી ભાજપ સરકારની ચિંતા વહી ગઈ. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ ભોપાલમાં સિવિલ સર્વિસ ડે નિમિત્તે આયોજિત એક કાર્યક્રમમાં બોલી રહ્યા હતા ત્યારે જ પાવર કટ થયો. આ ઘટના ત્યારે બની જ્યારે ચૌહાણ સિવિલ સર્વિસ ડેના અવસર પર ભોપાલમાં એક કાર્યક્રમમાં બોલી રહ્યા હતા.




તેમના ભાષણની વચ્ચે પાવર કટ થતાં ચૌહાણે કહ્યું, "શું ઉર્જા વિભાગના મુખ્ય સચિવ સંજય દુબે આસપાસ છે?" તેમની ટિપ્પણીથી દર્શકોમાં હાસ્ય ફેલાયું હતું. ત્યારે સીએમએ સ્વીકાર્યું કે મધ્યપ્રદેશમાં કોલસાની કટોકટી છે. મુખ્યપ્રધાન ચૌહાણે કહ્યું, "બુધવારે સવારે સંજય (દુબે) સાથે મારી વાતચીત થઈ હતી અને તેણે મને કોલસાના કેટલાક રેક માટે વિનંતી કરી હતી." આ કાર્યક્રમમાં પાંચ મિનિટ  બાદ પાવર સપ્લાય ફરી રાબેતા મુજબ શરૂ થઇ  ગયો હતો. 


દેશના ઘણા ભાગોમાં કાળઝાળ ગરમીને કારણે વીજળીની વધતી માંગ વચ્ચે ઘણા રાજ્યોમાં કોલસાનો ભંડાર ઝડપથી ઘટી રહ્યો છે. સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ડિપાર્ટમેન્ટના રિપોર્ટ અનુસાર, 173 પાવર પ્લાન્ટમાંથી ઓછામાં ઓછા 100 પાવર પ્લાન્ટમાં કોલસાની અછત છે. કોલસાના ઓછા પુરવઠાને કારણે આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, પંજાબ, ઝારખંડ અને હરિયાણા જેવા 12 રાજ્યો પાવર કટનો સામનો કરી રહ્યા છે.


ઓલ ઈન્ડિયા પાવર એન્જિનિયર્સ ફેડરેશન (AIPEF) એ આ અઠવાડિયાની શરૂઆતમાં જણાવ્યું હતું કે દેશભરના થર્મલ પ્લાન્ટ્સ કોલસાની અછતનો સામનો કરી રહ્યા છે.


AIPEFના પ્રવક્તા વીકે ગુપ્તાએ જણાવ્યું હતું કે, દેશભરના થર્મલ પ્લાન્ટ કોલસાની અછત સામેં ઝઝૂમી રહ્યા છે કારણ કે રાજ્યોમાં વીજળીની માંગ વધી છે, અને તેમાંના ઘણા થર્મલ પ્લાન્ટ્સમાં કોલસાના અપૂરતા સ્ટોકને કારણે માંગ અને પુરવઠા વચ્ચેનો તફાવત વધી ગયો છે. 


કેન્દ્રીય ઉર્જા મંત્રાલયે આગામી થોડા મહિનામાં જ્યારે પાવરની માંગ તેની ટોચ પર હોય ત્યારે પર્યાપ્ત સ્ટોકની ખાતરી કરવા માટે 10 ટકા સુધી કોલસાની આયાત કરવાની ભલામણ કરી છે.


કેન્દ્રએ રેલ્વે મંત્રીને જ્યાં કોલસાનો સ્ટોક ન્યૂનતમ સ્તરે હોય ત્યાં થર્મલ પાવર પ્લાન્ટમાં કોલસાના લોડિંગને ઝડપી બનાવવાનો નિર્દેશ આપ્યો છે. રશિયા-યુક્રેન યુદ્ધ બાદ સર્જાયેલી અછતને પહોંચી વળવા સરકાર અન્ય દેશો પાસેથી સસ્તા કોલસાની શક્યતાઓ પણ શોધી રહી છે.