દેશમાં હાલ 12 થી 14 વર્ષના બાળકોને બાયોલોજીકલ-ઈની Corbevax વેક્સીન આપવામાં આવી રહી છે. હવે દેશમાં 5 થી 11 વર્ષના બાળકોના રસીકરણ અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. ભારતના ભાગોમાં કોવિડ-19ના કેસો વધી રહ્યા છે, તો બીજી બાજું સરકારી પેનલે ગુરુવારે 5 થી 11 વર્ષની વયના બાળકો માટે બાયોલોજીકલ-ઈની Corbevax વેક્સીન માટે કટોકટીની મંજૂરીની ભલામણ કરી છે, એમ પીટીઆઈએ અહેવાલ આપ્યો છે.
અંગે એક સૂત્રએ જણાવ્યું કે સરકારની CDSCO ની કોવિડ-19 પર વિષય નિષ્ણાત સમિતિ કે જેણે બાયોલોજિકલ Eની EUA અરજી પર ચર્ચા કરી હતી, તેણે દેશમાં 5 થી 11 વર્ષની વય જૂથમાં Corbevaxના ઉપયોગ માટે કટોકટી ઉપયોગની મંજૂરી આપવાની ભલામણ કરી છે.
બાયોલોજીકલ-ઈની Corbevax વેક્સીનનો ઉપયોગ હાલમાં 12 થી 14 વર્ષની વયના બાળકોને કોવિડ-19 સામે રસી આપવા માટે કરવામાં આવે છે.
છેલ્લા 24 કલાકમાં કોરોનાના આટલા કેસ નોંધાયા
આપને જણાવી દઈએ કે ગુરુવારે સવારે 8 વાગ્યે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા અપડેટ ડેટા અનુસાર, ભારતમાં એક 21 એપ્રિલે કોવિડ-19ના 2,380 નવા કેસ નોંધાયા છે, દેશમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 4, 30,49,974 થયો છે. આ સાથે સક્રિય દર્દીઓની સંખ્યા પણ વધીને 13,433 થઈ ગઈ છે. ભારતમાં સંક્રમણને કારણે વધુ 56 લોકોના મોત થયા બાદ મૃત્યુઆંક વધીને 5,22,062 થઈ ગયો છે.
એક્ટિવ કેસની સંખ્યામાં વધારો
દેશમાં કોવિડ-19ના એક્ટિવ કેસની સંખ્યા વધીને 13,433 થઈ ગઈ છે, જે કુલ કેસના 0.03 ટકા છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 1,093 સક્રિય દર્દીઓનો વધારો નોંધવામાં આવ્યો છે. દર્દીઓના સાજા થવાનો રાષ્ટ્રીય દર 98.76 ટકા છે. નોંધપાત્ર વાત એ છે કે, 7 ઓગસ્ટ 2020ના રોજ દેશમાં સંક્રમિત લોકોની સંખ્યા 20 લાખ, 23 ઓગસ્ટ 2020ના રોજ 30 લાખ અને 5 સપ્ટેમ્બર 2020ના રોજ 40 લાખથી વધુ થઈ ગઈ હતી.