દેશ પર વીજ સંકટનો ખતરો મંડરાઇ રહ્યો છે. હકીકતમાં, દેશના 72 પાવર પ્લાન્ટમાં માત્ર ત્રણ દિવસનો કોલસો બાકી છે. ઉર્જા મંત્રાલય દ્વારા આ માહિતી આપવામાં આવી છે. ઉર્જા મંત્રાલયે કહ્યું છે કે જો કોલસાની સમયસર સપ્લાય કરવામાં નહીં આવે તો દેશના ઘણા પાવર પ્લાન્ટ અટકી શકે છે.


ઉર્જા મંત્રાલયના જણાવ્યા અનુસાર, જો કોલસો સમયસર ઉપલબ્ધ ન થાય તો દેશમાં મોટું વીજ સંકટ આવી શકે છે.


સરકારી માલિકીની કોલ ઇન્ડિયાનું કોલસાનું ઉત્પાદન સપ્ટેમ્બરમાં નજીવું વધીને 47 મિલિયન ટન થયું છે. કોલ ઇન્ડિયાનું ઉત્પાદન એવા સમયે વધ્યું છે જ્યારે દેશના થર્મલ પાવર સ્ટેશન કોલસાની અછતનો સામનો કરી રહ્યા છે.



કોલ ઇન્ડિયા લિમિટેડ (CIL)નું સપ્ટેમ્બર 2020માં 4.5 કરોડ ટન કોલસાનું ઉત્પાદન થયું હતું. ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલ-સપ્ટેમ્બર સમયગાળા દરમિયાન કોલ ઇન્ડિયાનું ઉત્પાદન 5.8 ટકા વધીને 24.98 કરોડ ટન પહોંચ્યું છે જે અગાઉના નાણાકીય વર્ષના સમાન ગાળામાં 23.6 કરોડ ટન હતું. ઉલ્લેખનીય છે કે સ્થાનિક કોલસા ઉત્પાદનમાં કોલ ઈન્ડિયાનો હિસ્સો લગભગ 80 ટકા છે.


ઉલ્લેખનીય છે કે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ પાંચ મહિનામાં એપ્રિલ-ઓગસ્ટમાં કોલ ઇન્ડિયાના પાવર પ્લાન્ટ્સને સપ્લાય 27.2 ટકા વધીને 20.59 કરોડ ટન થઈ છે. અગાઉ આ આંકડો ગયા નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં 16.18 કરોડ ટન હતો.


સૌરાષ્ટ્ર-કચ્છમાં હળવાથી ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી


રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદ નહિંવત રહેશે. છૂટો છવાયો વરસાદ પડવાની હવમાન વિભાગે આગાહી કરી છે. હવે ચોમાસું પૂર્ણ થવાની સ્થિતિ તરફ આગળ વધી રહ્યું છે. 6 ઓક્ટોબરથી ચોમાસાની રાજ્યમાંથી વિદાય થવાની શરૂઆત થશે. નવરાત્રીમાં પણ વરસાદ નહીં હોય. સારી વાત એ છે કે રાજ્યમાં વરસાદની ઘટ સંપૂર્ણ દૂર થઈ ગઈ છે. 2 ટકા વધુ વરસાદ નોંધાયો છે. એમાંય સૌરાષ્ટ્ર અને કચ્છમાં તો 24 ટકા વધુ વરસાદ વરસ્યો છે. તો વાવાઝોડું શાહીન હવે ગુજરાતના કાંઠેથી 400 કિલોમીટર દૂર છે.