નવી દિલ્હી: બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ માયાવતીનાં ગ્રેટર નોઈડાનાં બાદલપુરમાં આવેલા ઘરનું બાકી ઈલેક્ટ્રસિટી બીલ નહીં ચુકવવાનાં કારણે તેમનું વીજ કનેક્શન કાપી નખવામાં આવ્યું હતું. ઉત્તર પ્રદેશનાં વિજ વિભાગનાં પ્રવક્તાએ તેને સામાન્ય પ્રક્રિયા ગણાવી છે. લગભગ 67 હજાર રૂપિયાનાં બીલની ચુકવણી કરવામાં આવી ન હતી.

જોકે માયાવતીનાં પરીવારનાં સભ્યોએ તરત જ 50 હજાર રૂપિયાની રકમ જમા કરાવી દીધી ત્યાર બાદ તેમના ઘરમાં વિજ પુરવઠો શરૂ કરી દેવામાં આવ્યો હતો. લખનઉ વિજ વિભાગનાં એક ઉચ્ચ અધિકારીએ કહ્યું હતું કે, તેની પાછળ કોઈ રાજકારણ નથી.

તેમણે કહ્યું હતું કે, જ્યાં પણ વિજ બિલ ચુકવવાનું બાકી છે ત્યાં વિજ પુરવઠો કાપવામાં આવે છે અને આ મામલો તે પૈકીનો એક છે. ચુકવણી કરવામાં આવતાં વિજ પુરવઠો ફરી શરૂ કરી દેવામાં આવ્યો છે.