વૈશાલી: બિહારના વૈશાલીમાં માણસાઈને કલંક લાગે તેવી ઘટના સામે આવી છે. અહીં પોલીસે એક મૃતદેહને ગળામાં દોરડું બાંધીને ઘણે દૂર સુધી ખેંચી હતી. આ ઘટના જ્યારે બની ત્યારે મોટી સંખ્યામાં લોકો અહીં હાજર રહ્યા હતા. લોકોના વિરોધ પછી પોલીસે આ કાર્ય રોક્યું હતું. આ મૃતદેહને ગંગા નદીમાં અમુક લોકોએ જોયું હતું. અને ત્યારબાદ લોકોએ પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચીને મૃતદેહને નદીમાંથી બહાર કાઢ્યો હતો.

એમ્બુલન્સ અને કોઈ કર્મચારી ન હોવાના કારણે સૂરતમાં પોલીસવાળાઓએ મૃતદેહને ગળામાં દોરડું બાંધીને નદી કિનારેથી લઈને ગાડી સુધી શબને ઘૂસેડ્યું હતું. વીડિયો સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે જ્યારે પોલીસવાળા શબને ઘસેડી રહ્યા હતા, ત્યારે ત્યાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. આ વીડિયો સામે આવ્યા પછી બે પોલીસ અધિકારીઓને સસ્પેંડ કરી દેવામાં આવ્યા છે.

વૈશાલીમાં પોલીસ દ્વારા શબની સાથે કરેલા વ્યવહારની ઘટના કોઈ પહેલી વખત નથી. આ જિલ્લામાં ઘણાં વર્ષો પહેલા અમુક પોલીસ અધિકારીઓ ઉપર કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં તેમના પર ભીડ દ્વારા 10 લોકોના શબને નદીમાં ફેંકવાનો આરોપ હતો. જ્યારે પોલીસ અધિકારીઓએ આ મૃતદેહોને અંતિમ સંસ્કાર કર્યો હોવાનો દાવો કર્યો હતો.

ગયા મહિને એમ્બુલન્સ ન મળવાના કારણે ઓડિશામાં એક વ્યક્તિ પોતાની પત્નીના મૃતદેહને ખભા ઉપર બાંધીને ઘણાં કિલોમીટર સુધી ચાલ્યો હોવાની ખબર આવી હતી. આ ઘટનાએ દેશને શરમમાં મૂકી દીધો હતો.