નવી દિલ્હી: ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના સંસ્થાપક મુલાયમ સિંહ યાદવને ખરાબ તબીયતના કારણે કૌશાંબીની યશોદા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. છેલ્લા ધણા દિવસોથી તેમની તબીયત ખરાબ છે.


આ પહેલા 10 જૂને મુલાયમ સિંહ યાદવને ગુડગાંવના મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આજે તેમને ફરી યશોદા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મુલાયમ સિંહ યાદવને યૂરિનરી રિટેંશનના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

મુલાયમ સિંહ લાંબા સમયથી શૂગર અને કાર્ડિયોની સમસ્યાથી પીડિત છે. છેલ્લા ઘણા સમયથી બીમાર ચાલી રહેલા મુલાયમ સિંહ યાદવ સંસદમાં શપથ ગ્રહણ માટે વેલમાં નહોતા આવી શક્યા અને તેમણે પાછળની સીટ પરથી ઉભા થઈને શપથ ગ્રહણ કર્યા હતા. અખિલેશ યાદવે વ્હીલચેરની મદદથી મુલાયમ સિંહને સદન સુધી પહોંચાડ્યા હતા.