મથુરામાં એક પ્રશિક્ષણ આપતા નાના વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ટેકનિકલ કારણોસર તેને યમુના એક્સપ્રેસ વે પર લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. સારા સમાચાર છે કે આ દરમિયાન કોઈ જાનહાનિ નથી થઈ. જાણકારી અનુસાર, વિમાન અંદર બે લોકો સવાર હતા. આ એરક્રાફ્ટ હરિયાણાના નારનૌલથી અલીગઢ જઈ રહ્યું હતું. તેની નૌઝીલ સ્ટેશન અંતર્ગત સુરક્ષિત લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.
ટ્રેનર વિમાનનું યમુના એક્સપ્રેસ-વે પર ઈમરજન્સી લેન્ડિંગ, બે લોકો હતા સવાર
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
27 May 2021 05:04 PM (IST)