કોલકાતાઃ પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં ત્રાટકેલા યાસ નામના વાવાઝોડાએ ભારે તારાજી સર્જી હતી. આ વાવાઝોડામાં 145 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. સાથે જ ભારે વરસાદને પગલે કેટલાક ગામો ડુબી ગયા હતા. ખાસ કરીને જે સમુદ્રી વિસ્તારો છે ત્યાં સૌથી વધુ માઠી અસર જોવા મળી હતી. 


આ દરમિયાન આજે ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે એરિયલ સર્વે કર્યો હતો. નવીન પટનાયકે એરિયલ સર્વે કરીને વાવાઝોડા યાસથી પ્રભાવિત વિસ્તારની માહિતી મેળવી હતી.






વાવાઝોડામાં ભારે પવન અને વરસાદને પગલે ઉભા પાકને ભારે નુકસાન થયું હતું. ઓડિશાના ધર્મા પોર્ટ પર સૌથી પહેલા સવારે નવ વાગ્યે વાવાઝોડુ ત્રાટક્યું હતું. આશરે 21 લાખ લોકોનું સમુદ્રી કાંઠાના વિસ્તારોમાંથી સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું હતું. ઓડિશામાં પણ 6 લાખ જેટલા લોકોનું સ્થળાંતર કરાયું હતું. ઓડિશાના સમુદ્રી કાંઠે એક બોટ પલટી ગઇ હતી, જેને પગલે બોટમાં સવાર 10 લોકોને રેસ્ક્યૂ કરીને બચાવી લેવામાં આવ્યા હતા.


ઓડિશાના બાલાસોર જિલ્લાના સમુદ્રી કાંઠાના અનેક ગામોમાં પાણી ઘુસી ગયા છે. અહીંની નદીઓમાં પણ ભારે પૂરનુ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. કેટલાક જિલ્લામાં વીજળી ગુલ થઇ ગઇ છે. યાસ વાવાઝોડાને કારણે ઓડિશામાં હજારો લોકોના મકાનો નાશ પામ્યા છે.


અમદાવાદ મનપાએ વેકસીનેશન સંદર્ભે રાજ્ય સરકાર સાથે કોઈ ચર્ચા કરી તેની માહિતી મારી પાસે નથીઃ નીતિન પટેલ


નવા આઈટી નિયમનો વિરોધ થતાં મોદી સરકારે કરી શું કરી સ્પષ્ટતા, જાણો મોટા સમાચાર


એન્ટીબોડી કોકટેલના ક્લિનિકલ ટ્રાયલ માટે કઈ ગુજરાતી કંપનીએ માંગી મંજૂરી ? જાણો વિગત


Coronavirus Cases India:   દેશમાં 24 કલાકમાં 2.11 લાખથી વધુ કેસ નોંધાયા, 3847 સંક્રમિતોના મોત


કોરોનાની રસી લેવાથી મોત થશે એવો કરાઈ રહ્યો છે ખોટો દાવો, જાણો શું છે હકીકત