EDLI Scheme: એમ્પ્લૉઇ ડિપૉઝિટ લિન્ક્ડ ઇન્શ્યૉરન્સ સ્કીમના કેટલાય ફાયદા એવા છે, જે તમારે જરૂર જાણવા જોઇએ. એમ્પ્લૉઇ ડિપૉઝિટ લિન્ક્ડ ઇન્શ્યૉરન્સ સ્કીમ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) તરફથી સંચાલિત કરવામાં આવે છે, અને સૌથી સારી સ્કીમોમાંની એક છે. આના કેટલાય ફાયદાઓ છે જેના વિશે ઇપીએફઓએ પોતાના ટ્વીટર હેન્ડલ પર જાણકારી આપી છે. 


ઇપીએફઓએ ટ્વીટમાં જે જાણકારી આપી છે, તે અનુસાર, ઇપીએફઓના તમામ કર્મચારીઓ અને મેમ્બર્સ માટે 7 લાખ રૂપિયા સુધીનો ફ્રી વીમો રહે છે. આ ટ્વીટમાં બતાવવામાં આવ્યુ છે કે, સેવા દરમિયાન મૃત્યુની સ્થિતિમાં કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનના સભ્યના નૉમિની કે કાયદેસરના ઉત્તરાધિકારીને વધુમાં વધુ 7 લાખ રૂપિયાનો વીમા લાભ આપવામાં આવે છે. 


જો મૃતક સભ્ય પોતાના મૃત્યુ પહેલા 12 મહિના સુધી સતત નોકરીમાં હતો તો 2.5 લાખ રૂપિયા સુધીનો મિનીમમ વીમા લાભ આપવામાં આવશે. 


15,000 રૂપિયાના વેતન સીમા સુધી કર્મચારી વેતનના 0.5 ટકાના દરથી એમ્પ્લૉયરને મિનીમમ અંશદાન કરવામાં આવશે.


આ ઉપરાંત આમાં કર્મચારી દ્વારા કોઇ અંશદાન દેય નથી.


ઇડીએલઆઇ સ્કીમમાં એમ્પ્લૉઇ પ્રૉવિડન્ડ ફન્ડ સભ્યોના ઓટો નામાંકનની સુવિધા મળે છે.


નૉમિની કે કાયદેસરના ઉત્તરાધિકારીના બેન્ક ખાતામાં ફાયદા સીધા ક્રેડિટ કરવામાં આવે છે.


EDLI સ્કીમ અંતર્ગત એમ્પ્લૉઇની સ્વાભાવિક મૃત્યુ થવા પર મેમ્બર એમ્પ્લૉઇના નૉમિની તરફથી ક્લેમ કરવામાં આવી શકે છે. EDLI સ્કીમનુ કવર તે એમ્પ્લૉઇના પીડિત પરિવારને પણ મળી શકે છે જેમને મૃત્યુથી ઠીક પહેલા 12 મહિનાની અંદર એકથી વધુ સંસ્થાઓ કે પ્રતિષ્ઠાનોમાં નોકરી કે રોજગાર કર્યો હોય. 


આ જીવન વીમાના ફાયદા ઉપરાંત ઇડીએલઆઇ સ્કીમની કેટલીય બીજી ખાસિયતો પણ છે, જે એમ્પ્લૉઇ પ્રૉવિડન્ડ ફન્ડ ઓર્ગેનાઇઝેશનના મેમ્બર્સ કે કર્મચારી સભ્યોને ખબર હોવી જોઇએ. ઇપીએફઓ સમય સમય પર પોતાના સભ્યોને આના વિશે ટ્વીટના માધ્યમથી જાણકારી આપતુ રહે છે. ઇપીએફઓએ તાજેતરમાં કેટલાય ટ્વીટ કર્યા છે જેના દ્વારા આ વાતની જાણકારી આપવામાં આવી છે.


આ પણ વાંચો----


Road Transport New Rules: 4 વર્ષ સુધીના બાળકને બાઇક પર લઇને નીકળતા પહેલા વિચારજો, સરકારે જાહેર કરી નવી ગાઇડલાઇન


સ્પેનિશ અને ફ્રેંચ શીખવું હોય તો અહીંયા લો એડમિશન, જાણો કેટલી છે કોર્સ ફી અને કોણ કરી શકે છે અરજી


Ration Card: રાશન કાર્ડ ડીલર આપી રહ્યા છે ઓછું રાશન, આ નંબર પર કરો ફરિયાદ


ગ્રેજ્યુએટ માટે આવ્યા સારા સમાચાર, આ કંપની 55 હજારની કરશે ભરતી


ગ્રેજ્યુએટ છો અને સરકારી નોકરી શોધી રહ્યા છો, તો અહીં કરો અરજી, મળશે સારો પગાર


બેંકમાં નોકરી મેળવવાની મોટી તક, આસિસ્ટન્ટ મેનેજર સહિત અનેક જગ્યાઓ માટે ભરતી બહાર પડી, જાણો વિગતે


દેશમાં ફરીથી આ ત્રણ મોટા રાજ્યોમાં વધવા લાગ્યા કોરોનાના કેસો, જાણો મોતના આંકડાથી લઇને સંપૂર્ણ સ્થિતિ