Jammu Kashmir News: જમ્મુ કાશ્મીરના કુલગામના પરિવનમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણમાં એક જવાન શહીદ થયો હતો અને આર્મીના ત્રણ જવાનો સહિત પાંચ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. અથડામણ દરમિયાન એક આતંકીને પણ ઠાર મારવામાં આવ્યો હતો. એન્કાઉન્ટર હજુ પણ ચાલુ છે.
કાશ્મીર ઝોનના પોલીસ ઇન્સ્પેક્ટર જનરલ વિજય કુમારે કહ્યું કે અથડામણ દરમિયાન જમ્મુ કાશ્મીર પોલીસના કોન્સ્ટેબલ રોહિત શહીદ થયા હતા. આ અથડામણમાં બે નાગરિકો ઇજાગ્રસ્ત થયા હતા. આ અથડામણમાં સુરક્ષા દળોએ આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના એક આતંકવાદીને ઠાર મારવામાં આવ્યો હતો. નોંધનીય છે કે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ કુલગામના પરિવાન વિસ્તારમાં થઇ હતી. આ અગાઉ ગયા સપ્તાહમાં જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી હતી. અહી સુરક્ષાદળોએ બડગામમાં થયેલી અથડામણમાં ત્રણ આતંકીઓને ઠાર માર્યા હતા. માર્યા ગયેલા આતંકી જૈશ-એ-મોહમ્મદના હતા.
Mercedes Benz લોન્ચ કરશે Made in India EQS ઈલેક્ટ્રિક કાર, ભારતમાં સૌથી લાંબી રેન્જ ધરાવતી હશે EV
Omicron Variant Alert:ઓમિક્રોનના આ 2 લક્ષણો છે એકદમ અલગ, ના કરો નજર અંદાજ
IND vs SA ODI Series: વન ડે ટીમમાં થયા બે બદલાવ, પાંચ વર્ષ બાદ આ ખેલાડીને મળ્યો મોકો
Ahmedabad : ઉત્તરાયણને લઈને પોલીસ એક્શન મોડમાં, ધાબા પર નિયમો તોડશો તો પડી શકે ભારે