દક્ષિણ કાશ્મીરમાં બે સ્થળો પર આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. પ્રથમ એન્કાઉન્ટર અનંતનાગના સિરહમામાં ચાલી રહ્યું છે, જ્યાં 1-2 આતંકવાદીઓ છુપાયેલા છે. બીજું એન્કાઉન્ટર કુલગામ જિલ્લાના હાજીપોરાના દમહલમાં ચાલી રહ્યું છે, જ્યાં 2-3 આતંકવાદીઓ છુપાયેલા છે. દક્ષિણ કાશ્મીરના ઘણા વિસ્તારોમાં ઈન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું છે.
આતંકવાદીઓ જમ્મુ અને કાશ્મીરમાં ડરનો માહોલ ફેલાવવાનો પ્રયાસ કરતા રહે છે. સુરક્ષા દળો તેનો જડબાતોડ જવાબ આપે છે. તાજેતરમાં જ પુલવામા જિલ્લાના ત્રાલ વિસ્તારમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં પ્રતિબંધિત આતંકવાદી સંગઠનો અંસાર ગજવતુલ હિંદ અને લશ્કર-એ-તૌયબાના બે આતંકવાદીઓ માર્યા ગયા હતા.
એક અધિકારીએ જણાવ્યું હતું કે આતંકવાદીઓની ઓળખ અંસાર ગજવતુલ હિંદના સફત મુઝફ્ફર સોફી ઉર્ફે મુઆવિયા અને લશ્કરના ઉમર તેલી ઉર્ફે તલ્હા તરીકે થઈ છે. તેમણે કહ્યું હતું કે બંને આ વર્ષની શરૂઆતમાં શ્રીનગરના ખોનમોહ વિસ્તારમાં સરપંચની હત્યા સહિત અન્ય ઘણા આતંકી કેસોમાં વોન્ટેડ હતા. અધિકારીના જણાવ્યા અનુસાર બંન્ને આતંકીઓએ તાજેતરમાં ત્રાલમાં પોતાનો અડ્ડો બનાવ્યો હતો.
Covid19 Restrictions : દેશના આ રાજ્યએ હટાવ્યા કોરોના નિયંત્રણ, માસ્ક પહેરવું પડશે, જાણો વિગત
SURAT : 8 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનારને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા
IND vs PAK: ભારત-પાકિસ્તાન વચ્ચે રમાશે દ્વીપક્ષીય સીરિઝ ? દુબઈમાં થશે PCB અને BCCIના અધિકારીઓની બેઠક