લખનઉઃ  ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની ઓફિસના ટ્વિટર હેન્ડલને હેકર્સ દ્વારા નિશાન બનાવવામાં આવ્યું છે. શુક્રવાર અને શનિવારની વચ્ચેની રાત્રે હેકર્સે સીએમ યોગીની ઓફિસનું ટ્વિટર હેન્ડલ હેક કર્યું હતું અને એક પછી એક અનેક ટ્વિટ કર્યા હતા. હેકર્સે સેંકડો યુઝર્સને ટેગ કર્યા છે.






એટલું જ નહીં હેકર્સે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી ઓફિસના ટ્વિટર હેન્ડલનો પ્રોફાઈલ ફોટો અને બાયો પણ બદલી દીધો હતો. હેકરે સીએમ યોગીની ઓફિસને બદલે બાયોમાં @BoredApeYC @YugaLabs લખ્યું હતું.


જોકે થોડા સમય બાદ યોગી આદિત્યનાથની તસવીર દેખાવા લાગી હતી. ચાર મિલિયનથી વધુ યુઝર્સે @CMOfficeUP નામના આ ટ્વિટર હેન્ડલને ફોલો કરે છે. સીએમ યોગી સાથે સંબંધિત ટ્વિટર હેન્ડલ હેક થયા બાદ ઘણા યુઝર્સે યુપી પોલીસને ટેગ કરીને તેની ફરિયાદ કરી હતી. જો કે સમાચાર લખાય છે ત્યાં સુધી આ મામલે કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. @CMOfficeUP હેન્ડલ બે કલાકથી વધુ સમય માટે પ્રભાવિત રહ્યું હતું.


આ પહેલા હેકર્સે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાના ટ્વિટર એકાઉન્ટને નિશાન બનાવ્યા છે. જો કે થોડા સમય બાદ તે રીકવર થઈ ગયા હતા.


 


Covid19 Restrictions : દેશના આ રાજ્યએ હટાવ્યા કોરોના નિયંત્રણ, માસ્ક પહેરવું પડશે, જાણો વિગત


IPL 2022: મુંબઈ ઈન્ડિયન્સના ખરાબ પ્રદર્શનનું સૌથી મોટું કારણ છે ફાસ્ટ બોલિંગ, ચોંકાવનારા છે આ સીઝનના આંકડા


SURAT : 8 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનારને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા


IND vs PAK: ભારત-પાકિસ્તાન વચ્ચે રમાશે દ્વીપક્ષીય સીરિઝ ? દુબઈમાં થશે PCB અને BCCIના અધિકારીઓની બેઠક