શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં આજે સુરક્ષાદળો અને આતંકી વચ્ચે ભારે અથડામણ સર્જાઇ, આ અથડામણમાં એક આતંકી ઠાર મરાયો હતો. એક પોલીસ અધિકારીએ જણાવ્યુ કે, જિલ્લાના અવંતીપોરામાં સાઇમોહમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ શરૂ થઇ ગયુ હતુ.
સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ શરૂ થયુ, અને બન્ને બાજુએથી ફાયરિંગ થયુ અને એક આતંકી ઠાર મરાયો હતો. હજુ સેનાનુ ઓપરેશન ચાલુ જ છે.
ઉલ્લેખનીય છે કે ભારત અને ચીન સીમા વિવાદની વચ્ચે પાકિસ્તાન પોતાની નાકામ હરકતો કરી રહ્યું છે, પરંતુ દરેક વખતે પોતાની હરકતોને નાકામ થતી જોવી પડે છે. તાજેતરમાં જ સેનાએ બોર્ડર પર ઘૂસણખોરી કરનારા ત્રણ આતંકીઓને ઠાર માર્યા હતા.
જમ્મુ-કાશ્મીરના પુલવામામાં ભારે અથડામણ, સેનાએ એક આતંકીને ઠાર માર્યો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
02 Jun 2020 04:08 PM (IST)
સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ શરૂ થયુ, અને બન્ને બાજુએથી ફાયરિંગ થયુ અને એક આતંકી ઠાર મરાયો હતો. હજુ સેનાનુ ઓપરેશન ચાલુ જ છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -