Wrestlers Protest Ended after meeting with Anurag Thakur: દિલ્હીના જંતર મંતર પર ચાલી રહેલા પહેલાવાનોનું પ્રદર્શન ખતમ થઇ ગયુ છે, રમત મંત્રી અને પહેલવાનોની કાલ મોડી રાત સુધી ચાલેલી બેઠકમાં એક મોટો નિર્ણય સામે આવ્યો. જેમાં પહેલવાનોએ પોતાના પ્રદર્શનને ખતમ કરવાનું એલાન કરી દીધુ. આની સાથે જ એક કમિટીની જાહેરાત કરવામાં આવી જે 4 અઠવાડિયામાં પોતાનો રિપૉર્ટ સોંપશે. 


જ્યાં સુધી કુસ્તી મહાસંઘનું કામ પણ કમિટી જોશે, કુસ્તી મહાસંઘના હાલના અધ્યક્ષ વૃજભૂષણ શરણ સિંહ તપાસ પુરી થવા પર કામથી દુર રહેશે અને તપાસમાં સહયોગ કરશે.


પહેલાવાનોના ફરિયાદના સમાધાનના પહેલા પગલા અંતર્ગત નિશાન પર આવેલા ભારતીય કુસ્તી મહાસંઘ (ડબલ્યૂએફઆઇ)ના અધ્યક્ષ વૃજભૂષણ શરણસિંહ અધ્યક્ષને પદની જવાબદારીથી અલગ કરવામાં આવ્યા છે. કેન્દ્રીય રમત મંત્રી અનુરાગ ઠાકુરની સાથે બીજી મુલાકાતમાં ગતિરોધ દુર થવા પર વિનેશ ફોગાટ, બજરંગ પૂનિયા, સાક્ષી મલિક અને રવિ દહિયા સહિત અન્ય પહેલવાનોએ પોતાના ધરણાં ખતમ કરવાનો ફેંસલો કર્યો છે. ઉલ્લેખનીય છે કે, તેમને ભારતીય કુસ્તી મહાસંઘ અને તેના અધ્યક્ષ વિરુદ્ધ યૌન ઉત્પીડન અને ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો હતો. 


આજે થશે સમિતિના સભ્યોની જાહેરાત - 
કેન્દ્રીય રમત મંત્રી અનુરાગ ઠાકુરે મેરાથૉન બેઠક બાદ કહ્યું એક સમિતિ બનાવવાનો ફેંસલો કરવામાં આવ્યો છે, જેના સભ્યોના નામોની જાહેરાત આજે જ કરવામાં આવશે. આ સમિતિ ચાર અઠવાડિયામાં તપાસ પુરી કરશે, આ સમિતિ ડબલ્યૂએફઆઇ અને તેના અધ્યક્ષ વિરુદ્ધ નાણાંકીય કે યૌન ઉત્પીડનના તમામ આરોપોની ગંભીરતાથી તપાસ કરશે.


Wrestlers Protest: આખરે કુસ્તિબાજો સામે સરકાર ઝુકી, બ્રિજભૂષણ મામલે કમિટી રચાઈ - 
IOA Formed Committee: ભારતીય રેસલિંગ ફેડરેશનના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ પર લાગેલા યૌન શોષણના આરોપોની હવે તપાસ કરવામાં આવશે. આ માટે સાત સભ્યોની સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિની રચના ભારતીય ઓલિમ્પિક સંઘ દ્વારા કરવામાં આવી છે. સમિતિના સભ્યોમાં મેરી કોમ, યોગેશ્વર દત્ત, ડોલા બેનર્જી, અલકનંદા અશોક, સહદેવ યાદવ અને બે વકીલોનો સમાવેશ કરવામાં આવ્યો છે.


આ પહેલા કુસ્તીબાજોએ બ્રિજભૂષણ શરણ સિંહ સામે ભારતીય ઓલિમ્પિક સંઘનો સંપર્ક કર્યો હતો. બજરંગ પુનિયા, વિનેશ ફોગાટ, સાક્ષી મલિક, રવિ દહિયા અને દીપક પુનિયાએ IOA પ્રમુખ પીટી ઉષાને લેખિત ફરિયાદ મોકલી હતી. ફરિયાદમાં કુસ્તીબાજોએ WFI પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ સિંહ પર જાતીય સતામણી અને નાણાકીય અનિયમિતતાનો આરોપ લગાવ્યો હતો. આ સાથે જ WFI પ્રમુખને બરતરફ કરવાની અને યૌન શોષણના આરોપોની તપાસ માટે એક કમિટી બનાવવાની માંગણી કરવામાં આવી હતી.


કુસ્તીબાજોએ પત્રમાં શું લખ્યું ? 
ખેલાડીઓએ તેમના ફરિયાદ પત્રમાં જણાવ્યું હતું કે, બ્રિજભૂષણ શરણ સિંહે ખેલાડીઓને માનસિક ત્રાસ આપ્યો હતો. કુસ્તીબાજોને સ્પોન્સરશિપના પૈસા પણ આપવામાં આવતા નથી અને કોચ મેરિટના આધારે ખેલાડીઓની પસંદગી કરતા નથી. કુસ્તીબાજોએ પીટી ઉષા પાસે માંગ કરી હતી કે, બ્રિજભૂષણ શરણ સિંહનું રાજીનામું લેવામાં આવે અને આ મામલાની તપાસ કરવા માટે બને તેટલી વહેલી તકે એક સમિતિની રચના કરવામાં આવે.


બ્રિજભૂષણ શરણ સિંહે રાજીનામું આપવાનો કર્યો ઈન્કાર  - 
સાથે જ બ્રિજભૂષણ શરણ સિંહે રાજીનામું આપવાનો ઈન્કાર કરી દીધો છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, રાજીનામાનો સવાલ જ ઊભો થતો નથી. સિંહે કહ્યું હતું કે, હરિયાણાના ઓછામાં ઓછા 300 ખેલાડીઓ આવ્યા છે. તેમનું નિવેદન પણ લો. આ સાથે તેમણે આજે સાંજે 4 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરવાનું કહ્યું હતું, પરંતુ તેમણે આ પ્રેસ કોન્ફરન્સ અચાનક જ કોઈ કારણોસર રદ્દ કરી નાખી હતી.