ઈડી અનુસાર, 2005-2006 થી 2011ની વચ્ચે જમ્મુ કાશ્મીર ક્રિકેટ એસોસિએશને બીસીસીઆઈ પાસેથી કુલ 109.78 કરોડ રૂપિયા ફંડ મેળવ્યું હતું. 2006 થી જાન્યુઆરી 2012 વચ્ચે જ્યારે ફારુક અબ્દુલ્લા ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ હતા અને તેમણે પોતાના પદનો દુરપયોગ કર્યો હતો. તેમણે પદાધિકારીઓની ગેરકાયદે નિમણુક કરી અને તેમને મની લોન્ડ્રીંગના ઉદ્ધેશ્યથી ફાઈનાન્સિયલ પાવર આપ્યો હતો.
ઈડીએ જે સંપત્તિ જપ્ત કરી છે તેમાં શ્રીનગરના ગુપકાર રોડ પર સ્થિત તેનું એક ઘર, કટીપોરા અને જમ્મુના ભાટિંડી સ્થિત એક -એક ઘર સામેલ છે. તે સિવાય એક કોર્મર્શિયલ પ્રોપર્ટી પણ સામેલ છે.