પુણેમાં રહેતા એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થી નિહાલ સિંહ આદ્રશે એવું ડિવાઈસ બનાવ્યું છે જે PPE કિટ પહેરનાર વ્યક્તિને ઠંડક આપે છે. આ ડિવાઈસ બનાવવા માટે મે 2020માં મુંબઈમાં કેજે સોમૈયા એન્જિનિયરિંગ કોલેજે એક પ્રોજેક્ટ શરૂ કર્યું હતું. આ ડિવાઈસ બનાવવામાં તેના ટીચર્સે તેની મદદ કરી.


નિહાલે જાણકારી આપતા કહ્યું, “હું કંઈક નવું કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. મેં જોયું કે કોરોના દર્દીની સારવાર કરનારા ડોક્ટર્સને પીપીઈ કિટમાં ઘણી મુશ્કેલી થઈ રહી હતી. એવામાં મેં આ ડિવાઈસને વિકસિત કરવા વિશે વિચાર્યું.” તેણે આગળ કહ્યું, “મારા વિચારને કોલોજે સિલેક્ટ કર્યો અને મંજૂરી આપી કે હું પુણેથી મુંબઈ કોલેજમાં લોકડાઉન દરમિયાન આ પ્રોજેક્ટ પર કામ કરી શકું.”






4500 રૂપિયા છે આ ડિવાઈસની કિંમત


નિહાલે કહ્યું કે, કેવી રીતે પીપીઈ કિટ એક વખત ઉપયોગમાં લીધા બાદ ફેંકી દેવામાં આવે છે જ્યારે આ ડિવાઇસનો ઉપયોગ જેટલી વખત પીપીઈ કિટ બદલવામાં આવે તેટલી વાર કરી શકાય છે. આ ડિવાઈસની કિંમત લગભગ 4500 રૂપિયા છે અને તેને ખૂબ જ સરળતાથી પીપીઈ કિટમાં ફિટ કરી શકાય છે. તેણે કહ્યં કે, આ ડિવાઈસ માત્ર 100 સેકન્ડની અંદર ઉપયોગકર્તાને ફ્રેશ એર આપે છે. કૂલિંગ પીપીઈ કિટ તૈયાર કરવા વિશે નિહાલે કહ્યું કે, તેણે તેને માત્ર પોતાની માતા ડો. પૂનમ અને આદર્શનેને રાહત આપવા માટે બનાવી હતી, જે ડોક્ટર છે અને આદર્શ ક્લિનિક, પુણેમાં કોરોના દર્દીની સારવાર કરી રહ્યા છે. આ ક્લિનિક તેઓ ખુદ ચલાવે છે.


પારંપરિક પીપીઈ સૂટ પર કમર પર સાદા પટ્ટા પ્રમાણે જ કોવ- ટેક વેન્ટિલેશન સિસ્ટમ ઘટ્ટ બાંધી શકાય અને કોવિડગ્રસ્ત દર્દીઓ પર ઉપચાર કરવા માટે હોસ્પિટલમાં કાર્યરત જોક્ટર અને તબીબી ચિકિત્સકોને તેને લીધે આરામ મળી શકશે. આ વેન્ટિલેશન પ્રણાલીની રચના પીપીઈ કિટમાંથી સંપૂર્ણ હવાબંધ રહે તેની ખાતરી રાખે છે. આ ફક્ત 100 સેકંડના અંતરે વપરાશકર્તાને તાજી હવા આપે છે.