Andhra Pradesh Cabinet Reshuffle: આંધ્ર પ્રદેશના તમામ 24 મંત્રીઓએ કેબિનેટની બેઠકમાં મુખ્યમંત્રી વાયએસ જગનમોહન રેડ્ડીને પોતાના રાજીનામા સોંપી દીધા હતા. સૂત્રોએ આ માહિતી આપી હતી. વાસ્તવમાં જગન મોહન રેડ્ડી તેમના કેબિનેટનું પુનર્ગઠન કરવાના છે. નવા મંત્રી મંડળની રચના 11 એપ્રિલે થઈ શકે છે.


આ મામલે મુખ્યમંત્રીએ બુધવારે રાત્રે રાજ્યપાલ વિશ્વ ભૂષણ હરિચંદન સાથે બેઠક કરી હતી, જેમાં નવા મંત્રીમંડળ અંગે ચર્ચા કરવામાં આવી હતી. કેબિનેટમાં નવા ચહેરાઓનો સમાવેશ કરવામાં આવશે. વર્તમાન મંત્રીઓમાંથી ઓછામાં ઓછા ચારને ફરી તક મળી શકે છે. નવી કેબિનેટની રચનામાં જ્ઞાતિના સમીકરણનું પણ ધ્યાન રાખવામાં આવશે.  રેડ્ડીએ 30 મે, 2019 ના રોજ મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો ત્યારે જ જાહેરાત કરી હતી કે તેઓ અઢી વર્ષ પછી તેમના મંત્રીમંડળમા સંપૂર્ણ ફેરફાર કરશે અને નવા લોકોને તક આપશે.


વર્તમાન મંત્રીમંડળે 8 જૂન, 2019ના રોજ શપથ લીધા હતા અને આ મંત્રીઓએ 8 ડિસેમ્બર, 2021 સુધી પદ પર રહેવાના હતા. કોવિડ-19 વૈશ્વિક રોગચાળા સહિત અનેક કારણોસર કેબિનેટનું પુનર્ગઠન સ્થગિત કરવામાં આવ્યું હતું.


મુખ્યમંત્રી વાયએસ જગનમોહન રેડ્ડીએ ગયા મહિને જાહેરાત કરી હતી કે તેઓ ઉગાદી (2 એપ્રિલના રોજ આવતા તેલુગુ નવા વર્ષનો દિવસ) અને પછી નવા જિલ્લાઓની રચના પછી કેબિનેટનું પુનર્ગઠન કરવાનું કાર્ય હાથ ધરશે. રાજ્યમાં 4 એપ્રિલે 13 નવા જિલ્લાની રચના કરવામાં આવી હતી, હવે રાજ્યમાં કુલ જિલ્લાઓની સંખ્યા વધીને 26 થઈ ગઈ છે.


Covid19 Restrictions : દેશના આ રાજ્યએ હટાવ્યા કોરોના નિયંત્રણ, માસ્ક પહેરવું પડશે, જાણો વિગત


IPL 2022: મુંબઈ ઈન્ડિયન્સના ખરાબ પ્રદર્શનનું સૌથી મોટું કારણ છે ફાસ્ટ બોલિંગ, ચોંકાવનારા છે આ સીઝનના આંકડા


SURAT : 8 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનારને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા


IND vs PAK: ભારત-પાકિસ્તાન વચ્ચે રમાશે દ્વીપક્ષીય સીરિઝ ? દુબઈમાં થશે PCB અને BCCIના અધિકારીઓની બેઠક