નવી દિલ્હીઃ કાશ્મીર રાગ આલાપતા પાકિસ્તાનને હવે બ્રિટનના એક સાંસદે જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે, પાકિસ્તાનને એમ પણ જણાવ્યુ કે, પાકિસ્તાન અધિકૃત કાશ્મીર ભારતનો અભિન્ન અંગ છે. પાકિસ્તાને પીઓકેને ખાલી કરવું જોઇએ. બ્રિટન સાંસદ બોબ બ્લેકમેને કાશ્મીર મામલા પર પાકિસ્તાનના વલણ અને તેમના દ્ધારા આ મામલાને સંયુક્ત રાષ્ટ્રમાં લઇ જવાનો પણ વિરોધ કર્યો છે. તેમણે કહ્યું કે, પાકિસ્તાન અગાઉ પીઓકેને ખાલી કરવું જોઇએ.
બોબ બ્લેકમેને કહ્યું કે, આખુ જમ્મુ કાશ્મીર ભારતનું અભિન્ન અંગ હતું. પાકિસ્તાને પીઓકેને ખાલી કરવું જોઇએ. જે લોકો કાશ્મીર પર યુએન રિઝોલ્યુશનનું પાલન કરવાની વાત કરે છે તે લોકો યુએનના પહેલા રિઝોલ્યુશનને નજરઅંદાજ કરી રહ્યા છે. યુએનના પહેલા રિઝોલ્યુશનમાં સ્પષ્ટ કર્યુ હતું કે, પીઓકે જમ્મુ કાશ્મીરનો હિસ્સો છે અને પીઓકેને જમ્મુ કાશ્મીરમાં ભેળવવું જોઇએ. આ માટે પાકિસ્તાની સૈન્યએ પીઓકેને ખાલી કરવું જોઇએ.
બ્રિટિશ સાંસદ બ્લેકમેનનું નિવેદન એવા સમયમાં આવ્યું છે જ્યારે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન અને વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશીએ કાશ્મીર મામલાને ઇન્ટરનેશનલ હાઇકોર્ટમાં લઇ જવાની વાત કરી હતી.