નવી દિલ્હીઃ કરોડો કર્મચારીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે.ચૂંટણી પહેલા સરકારે પીએફ એકાઉન્ટ ધરાવતા લોકોને ભેટ આપી છે. ઈપીએફઓએ કર્મચારીઓના પીએફ પર વ્યાજ દર વધારી 8.65 ટકા કર્યો છે. નાણાંકીય વર્ષ દરમિયાન આ દર 8.55 ટકા હતો. નાણાંકીય વર્ષ દરમિયાન આ દર 8.55 ટકા હતો. આ સંબધમાં ગુરૂવારે રિટાયરમેન્ટ ફન્ડ બોડી ઈપીએફઓના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝની થયેલી બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે. નાણાંકીય વર્ષ 2016 બાદ પ્રથમ વખત પીએફના વ્યાજ દરમાં વધારો કરવામાં આવ્યો છે. ઇપીએફઓના 6 કરોડથી વધુ ખાતા ધારકોને આ નિર્ણયથી લાભ થશે. જો કે PF પેન્શન વધારવાનો નિર્ણય હાલ પૂરતો મૂલતવી રાખ્યો છે. ગુરુવારે ઇપીએફઓની બેઠકમાં મિનિમમ પેન્શન પર પણ ચર્ચા કરવામાં આવી પરંતુ તેના પર કોઇ નિર્ણય ન આવ્યો. શેરહોલ્ડર્સને ગત વર્ષ(2017-18)માં પીએફ પર 8.55 ટકાના દરથી વ્યાજ મળ્યું હતું. તે 5 વર્ષમાં સૌથી ઓછું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ઈપીએફઓની આવક અનુમાન ટ્રસ્ટ્રીઝ માટે બહાર પાડવામાં આવ્યું નથી. તેને બેઠક દરમિયાન રજૂ કરવામાં આવશે.. આવનારા થોડા મહિનાઓમાં લોકસભાની ચૂંટણી યોજાશે. ચૂંટણી પહેલા સરકાર દ્વારા નોકરીયાત અને ખેડૂતોને આર્કષવા માટે ઘણા મોટા નિર્ણય લેવામાં આવ્યા છે. ખેડૂતોને દર વર્ષ 6 હજાર રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી છે. તો બીજી તરફ 15 હજારથી ઓછી કમાણી કરનારા મજૂર વર્ગના લોકો માટે પેન્શન સ્કીલ લોન્ચ કરવામાં આવી છે.