નવી દિલ્લીઃ સ્ટીલ, ઉર્જા સહિત ઘણા મોટા પ્રોજેક્ટમાં રોકાણ કરનાર એસ્સાર ગ્રુપ પર 2001 થી 2006 સુધી ઘણા મોટા નેતાઓ સહિત જાણીતી હસ્તીઓના ફોન ટેપ કરવાનો આપરો લાગ્યો છે. જે લોકોના ફોન ટેપિંગની ફરિયાદ PMOને કરવામાં આવી છે. તેમા કેબિનેટ મંત્રી સહિત મુકેશ અંબાણી, અનિલ અંબાણી અને બીજા ઘણા બ્યુરોક્રેટ્સના નામનો પણ સમાવેશ થાય છે. રિકૉર્ડ થયેલી વાતચીતમાં ઉદ્યોગહાઉસ અને નેતાઓ સાથેના સંબંધોને ખુલ્લા કરવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
આ ફરિયાદ એવા સમયે આવી છે જ્યારે એસ્સાર ગૃપ સામે જાહેરહિતની અરજી કરમાં આવી છે. આ મામલો અમુક નેતાઓ અને એસ્સાર ગ્રુપ વચ્ચેના સંબંધોને લઇને છે. આ રિકૉર્ડ અંગે ફરિયાદ કરનાર વ્યક્તિનું નામ સુરેન ઉપ્પલ છે. તે દિલ્લીનો રહેનાર છે અને સુપ્રિમ કોર્ટમાં વકીલ છે. 1 જૂન 2016 ના રોજ કરવામાં આવેલી ફરિયાદ અનુસાર તેને આ જાણકારી એસ્સાાર ગૃપના કર્મચારી પાસેથી મળી છે જેણે આ ફોન ટેપ કર્યા હતા. ફરિયાદ અનુસાર જે લોકોના ફોન ટેપ કરવામાં આવ્યા છે તેમા રેલવે મંત્રી સુરેશ પ્રભુ, પૂર્વ મંત્રી પ્રફુલ પટેલ, રામ નાઇક, રિલાયંસના ચેરમેન મુકેશ અંબાણી, તેમની પત્ની ટીના અંબાણી, પ્રોમદ માહાજન અને અમર સિંહનાં નામનો પણ સમાવેશ થાય છે.
આ લોકો સાથે હાલના ગૃહ સચિવ રાજીવ મહર્ષિ, IDBI બેંકના ચેરમૈન પીપી વોહરા, ICICI બેંકના પૂર્વ MD અને CEO કીવી કામાથ અને પૂર્વ ICICI બેંકના જ પૂર્વ મેનેજિંગ ડાયરેક્ટરના નામનો પણ સમાવેશ થાય છે.