લખનૌ: ઉત્તરપ્રદેશના હરદોઈ જિલ્લાની પોલીસ ચોકીમાં ફરિયાદ કરવા આવેલી મહિલા પાસે ઈંસપેક્ટરે માલિશ કરાવતા તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.

રાજ્ય પોલીસના પ્રવક્તાએ જણાવ્યું કે હરદોઈના આવેલી પીડિતા પાસે ઈંસપેક્ટર સંજય યાદવે શરીર પર માલિશ કરાવ્યો હતો.

કોઈએ આ ઘટનાનો ફોટો પાડી સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. આ બાદ પોલીસ ડીજીએ આ મામલે તત્કાલ તપાસ માટે આદેશ આપી જરૂરી કાર્યવાહી કરવા કહ્યું હતું.

પ્રવક્તાએ જણાવ્યું કે તપાસમાં જાણવા મળ્યું કે સુરસા થાણા ક્ષેત્રના દેવરિયમાં રહેતી મહિલા ઔષધિય તેલ બનાવીને શરીરની બિમારી ઠીક કરવાનું કામ કરે છે.

સંજય યાદવે પોલીસ ચોકીમાં મહિલાને તેના દિયરની ઉપસ્થિતિમાં તેની પાસે માલિશ કરાવ્યો હતો. તપાસ અધિકારીએ જણાવ્યું કે આ રીતે ચોકીમાં એક મહિલા પાસે શરીર પર તેલ માલિશ કરાવવું તે અશોભનિય અને પોલીસને છબિને ખરડાવે તેવુ કૃત્ય છે.