46 વર્ષના થયા રાહુલ ગાંધી, પીએમ મોદીએ આપી જન્મદિવસની શુભેચ્છા
abpasmita.in | 19 Jun 2016 07:48 AM (IST)
નવી દિલ્હી: 19 જૂન, 1970 એ જન્મેલા કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીનો આજે 46મો જન્મદિવસ છે. જન્મદિવસના આ અવસરે રાહુલ ગાંધીને ટ્વિટરના મારફતે ઘણા લોકો શુભકામનાઓ આપી રહ્યા છે. ત્યારે વડાપ્રધાન નરેંદ્ર મોદીએ પણ ટ્વિટરના મારફતે રાહુલ ગાંધીને શુભકામનાઓ આપી લખ્યું છે કે, ‘કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને જન્મદિવસની શુભકામનાઓ, હું તેમના લાંબા અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરું છું.’ પીએમના ટ્વિટનો જવાબ રાહુલ ગાંધીએ ‘થેક્યૂ’ કહીને આપ્યો છે. હાલ એવી ખબર મળી રહી છે કે, દિલ્હીમાં આવેલ અકબર રોડ ખાતે આવેલ કોંગ્રેસની મુખ્ય ઓફિસમાં પણ રાહુલનો જન્મદિવસ મનાવવામાં આવશે.