અરવિંદ કેજરીવાલની સરકાર લાંબા સમયથી દિલ્લીમાં પૂર્ણ રાજ્યનો દરરજો મળે તેની માગ કરી રહ્યા છે. જો કે, દરેક વખતે તેમને કેંદ્રની નીતિ અને રાજકીય દબાણના કારણે આ મુદ્દાથી પિછેહટ કરવી પડી છે. બ્રિટનની હવાએ દિલ્લીના રાજકીય અરમાનો જગાડી દીધા છે. કેજરીવાલે શુક્રવારે ટ્વીટ કરીને કહ્યું હતું કે, યૂકે રેફરેંડમ બાદ દિલ્લીમાં પણ પૂર્ણ રાજ્યને લઇને મતદાન કરવામાં આવશે.
કેજરીવાલ પહેલા 'આપ'ના નેતા આશીષ ખેતાન પણ એવા રેફરેંડમની વાત કરી ચુક્યા છે. સીએમે ખેતાનના ટ્વીટને પણ રીટ્વીટ કર્યું હતું.