પોલીસના જણાવ્યા પ્રમાણે, સ્વાતિ ચલઈમેડુના સાઉથ ગંગઈની રહેવાસી હતી. આ વિસ્તાર નિનગામબક્કમ સ્ટેશનથી ઘણો નજીક છે. તેના પિતા શ્રીનિવાસન એક નિવૃત સેન્ટ્રલ કર્મચારી છે. જે સ્વાતિને સ્ટેશન મૂકવા આવ્યા હતા.
એક પ્રત્યક્ષદર્શી પ્રમાણે, સ્વાતિ ઓફિસ જવા માટે ટ્રેનની રાહ જોઈ રહી હતી. ત્યારે એક યુવક આવ્યો અને તેણે કંઈક ચર્ચા કરી હતી. ત્યારબાદ તેણે સ્વાતિ પર એકાએક છરી વડે હુમલો કરી દીધો હતો. હુમલો કર્યા બાદ તે ત્યાથી ફરાર થઈ ગયો હતો.
એક ટેક્સી ડ્રાઈવર પ્રમાણે, બન્ને વચ્ચે ગત સપ્તાહે પણ ઝઘડો થયો હતો.પોલીસે આ એન્ગલથી પણ તપાસ શરૂ કરી દીધી છે. સ્વાતિના ચહેરા અને ગળા પર ઈજાઓના નિશાન જોવા મળ્યા હતા. વધારે લોહી વહી જતા તેનું મૃત્યું થયું છે. પોલીસને શંકા છે કે, હુમલાખોર સ્વાતિને જાણનાર અને નિકટ હોઈ શકે છે.