નવી દિલ્લી: કર્ણાટકના પૂર્વ મંત્રી અને અરબપતિ ખનન વેપારી ગલી જનાર્દન રેડ્ડીની પુત્રી બ્રાહ્મણીના નવેમ્બરમાં લગ્ન થનાર છે. તેના માટે છાપવામાં આવેલી કંકોત્રીમાં એલસીડી સ્ક્રીન લગાવવામાં આવી છે. તેમાં રેડ્ડી ફેમિલી વીડિયો સોંગની સાથે મહેમાનોનું નિમંત્રિત કરતી નજરે પડે છે. કંકોત્રી એક બૉક્સમાં છે જેને ખોલતા સામે એક નાની સ્ક્રીન નજરે પડે છે. મ્યુઝિંકની સાથે સ્ક્રીન પર સંદેશો લખેલો આવે છે ‘બ્રાહ્મણી વેડ્સ રાજીવ રેડ્ડી’. તેના પછી વીડિયો પ્લે થાય છે જેમાં રેડ્ડી, તેની પત્ની, પુત્રી બ્રાહ્મણી અને પુત્ર રાજીવ કન્નડમાં અતિથિ દેવો ભવ: કહેતી નજરે પડે છે. કાર્ડમાં મેટર પણ પ્રિંટ કરવામાં આવી છે, પરંતુ તેના પર કોઈની નજર પડે, તેના પહેલા ઑટો પ્લે મોડ પર સેટ વીડિયો ચાલવા લાગે છે. બૉલીવુડ ફિલ્મની જેમ ઈનવેટિશનની થીમ વીડિયોમાં ઈનવેટિશનની થીમ બૉલીવુડના સૉંગની જેમ છે. તેમાં વર અને વધૂ શર્માતા એક બીજાને નિહાળી રહ્યા છે. અને તેમનો પરિચય આપવામાં આવે છે. લેઘામાં દુલ્હન સ્લો મોશનમાં ફરતી જોવા મળે છે. અને દુલ્હાની પાછળ સજેલા સફેદ ઘોડો જોવા મળે છે. એક મિનિટનો વીડિયો ફેમિલીના ક્લોજઅપની સાથે પુરો થાય છે. મ્યુઝિક છેલ્લે સુધી વાગતું રહે છે. અને ત્યારબાદ લગ્નની તારીખ અને સ્થાન બતાવવામાં આવે છે. કંઈ મોટી હસ્તીઓ આ લગ્નમાં બૉલીવુડ અને પૉલિટિક્સની કંઈ મોટી હસ્તીઓ આ લગ્નમાં આવી શકે છે. બ્રાહ્મણી અને રાજીવની ગત મહિને ઘૂમધામથી સંગાઈ થઈ હતી. જનાર્દન રેડ્ડી 49 વર્ષની ગલી જનાર્દન રેડ્ડી એક જમાનામાં કર્ણાટકના સૌથી દમદાર વ્યક્તિઓમાં તેમની ગણતરી થતી હતી. તે ગેરકાયદેસર ખનન મામલે ત્રણ વર્ષની જેલ પણ થઈ છે. અને તે ગત વર્ષે જ જામીન પર છૂટ્યા છે. જનાર્દન અને તેને મોટા ભાઈ જી. કરણાકરન રેડ્ડી યેદિયુરપ્પા સરકારમાં મંત્રી રહ્યા છે. બાદમાં જનાર્દનને સીબીઆઈએ ધરપકડ કરી લીધી હતી.