નવી દિલ્હીઃ પૂર્વ સાંસદોને ફાળવવામાં આવેલા ઘર ખાલી ન થવાના કારણે હવે સરકાર તેમને ખાલી કરાવવા પર વિચાર કરી રહી છે. સૂત્રોના મતે જે પૂર્વ સાંસદોએ પોતાનુ સરકારી મકાન ખાલી નથી કર્યું તેમના સરકારી મકાનના તાળા તોડવામાં આવશે અને ઘર ખાલી કરાવવામાં આવશે.
કહેવામાં આવી રહ્યું છે કે અત્યાર સુધી પાંચ-છ પૂર્વ સાંસદોએ પોતાના સરકારી મકાન ખાલી નથી કર્યા અને તાળા લગાવીને ચાલ્યા ગયા છે. સરકારે નિર્ણય કર્યો છે કે પંચનામા તૈયાર કરી તાળા તોડવામાં આવશે અને સામાન બહાર કઢાશે. પૂર્વ સાંસદોને અનેકવાર ઘર ખાલી કરવાની ચેતવણી આપવામાં આવી ચૂકી છે. એટલું જ નહી વિજળી અને પાણી કનેક્શન કાપી નાખવાની પણ ધમકી અપાઇ છે પરંતુ પૂર્વ સાંસદો પોતાનું સરકારી મકાન ખાલી કરતા નથી. સૂત્રોના મતે નવી લોકસભાના 76 નવા સાંસદોને સરકારી મકાન મળી શક્યું નથી.