દેહરાદૂનઃ ચાર દિવસ પહેલા કોંગ્રેસ મહાસચિવ પદેથી રાજીનામું આપ્યા બાદ વરિષ્ઠ કોંગ્રેસ નેતા હરીશ રાવતે રવિવારે સક્રિય રાજનીતિ છોડવાના સંકેત આપ્યા હતા. તેમણે કહ્યું, હું અંતિમ ઈનિંગ રમી ચુક્યો છું અને હવે પરિવાર તથા મિત્રો સાથે સમય વીતાવવા માંગુ છું. 3 જુલાઈએ રાજીનામું આપનારા ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી હરીશે લોકસભા ચૂંટણીમાં આસામમાં પાર્ટીની થયેલી હારનું કારણ આપ્યું હતું. રાવત આસામમાં પાર્ટીના પ્રભારી હતા.
રાવતે કહ્યું, કોંગ્રેસ પાર્ટી અને જનતાની સેવા કરતા રહીશું તથા સેવા કરવા માટે કોઇ પદની જરૂર નથી. લોકસભા ચૂંટણી પરિણામ આવ્યા બાદ રાવત દેશ અને રાજ્યમાં પરિભ્રમણ કરીને કોંગ્રેસથી લોકસભા ચૂંટણીમાં ક્યાં ભૂલ થઈ તે જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
રાવતે કહ્યું, એક નેતામાં તેમના કાર્યકર્તાઓ માટે પ્રેરણાદાયી ગુણો હોવા જોઈએ અને રાહુલ ગાંધીમાં આ ગુણ છે. મને વિશ્વાસ છે કે જો રાહુલ ગાંધી કોંગ્રેસ અધ્યક્ષ રહેશે તો 2022માં અનેક રાજ્યોમાં થનારી વિધાનસભા ચૂંટણી અને 2024માં લોકસભા ચૂંટણીમાં ચિત્ર બદલી શકાય છે.
વર્લ્ડકપઃ ભારત-ન્યૂઝીલેન્ડ સેમિફાઇનલમાં કોણ હશે અમ્પાયર, જાણો વિગત
વર્લ્ડકપઃ સેમિ ફાઇનલ પહેલા ઓસ્ટ્રેલિયાને લાગ્યા બે મોટા ફટકા, 45 બોલમાં સદી ફટકારનારો ખેલાડી ટીમ સાથે જોડાયો, જાણો વિગત
મિલિંદ દેવડા બાદ કોંગ્રેસના વધુ એક દિગ્ગજ નેતાએ આપ્યું રાજીનામું, જાણો વિગત
કોંગ્રેસના આ દિગ્ગજ નેતાએ સક્રિય રાજનીતિ છોડવાનો આપ્યો સંકેત, કહ્યું- અંતિમ ઈનિંગ રમી ચુક્યો છું
abpasmita.in
Updated at:
07 Jul 2019 07:34 PM (IST)
રાવતે કહ્યું, કોંગ્રેસ પાર્ટી અને જનતાની સેવા કરતા રહીશું તથા સેવા કરવા માટે કોઇ પદની જરૂર નથી. લોકસભા ચૂંટણી પરિણામ આવ્યા બાદ રાવત દેશ અને રાજ્યમાં પરિભ્રમણ કરીને કોંગ્રેસથી લોકસભા ચૂંટણીમાં ક્યાં ભૂલ થઈ તે જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -