જ્યોતિરાદિત્ય સિંધિયાએ ટ્વિટર પર લખ્યું, હું ચૂંટણીમાં જનાદેશનું સન્માન કરીને મહાસચિવ પદેથી મારું રાજીનામું આપું છું. મારામાં વિશ્વાસ મુકવા બદલ હું રાહુલ ગાંધીનો આભાર માનું છું. લોકસભા ચૂંટણીમાં સિંધિયાને પશ્ચિમ ઉત્તર પ્રદેશની જવાબદારી સોંપવામાં આવી હતી. અહીં કોંગ્રેસનો રકાસ થયા હતો.
સિંધિયાએ ન્યૂઝ એજન્સી એએનઆઈને કહ્યું, મેં આજે રાજીનામું આપ્યું નથી. 8-10 દિવસ પહેલા રાહુલ ગાંધીને મારું રાજીનામું આપ્યું હતું. હું બીજાને ઓર્ડર આપું તેવો નેતા નથી. મને લાગે છે કે જ્યારે કોઈ જવાબદારી હોય તો તેનું ઉત્તરદાયિત્વ પણ હોય. જો દેખાવ સારો ન હોય તો તેની જવાબદારી પણ મારી હોય અને તેથી મેં રાજીનામાનો નિર્ણય લીધો છે.
મિલિંદ દેવડા વિશે કહેવામાં આવી રહ્યું છે કે તેઓ દિલ્હી આવી રહ્યા છે અને કોઈ મોટી જવાબદારી સંભાળશે. મહારાષ્ટ્રમાં હાલમાં કૉંગ્રેસની સામે ભાજપ અને શિવસેનાનું ગઠબંધન મજબૂત છે.
વર્લ્ડકપઃ સચિન-સેહવાગ ન કરી શક્યા તે રોહિત-રાહુલે કરી બતાવ્યું, જાણો વિગત
ચિત્તા સાથે સેલ્ફી લેવી આ એક્ટ્રેસને પડી ભારે, જાણો શું થયું
સેલવાસમાંથી પસાર થતી દમણ ગંગા નદીમાં આવ્યું ઘોડાપુર, જુઓ વીડિયો