નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એસ. એ, બોબડેએ સામાન્ય બજેટ પહેલા મહત્વનું અને મોટું નિવેદન આપ્યું છે. ટેક્સ ચોરીને અપરાધ અને સામાજિક અન્યાય ગણાવતા કહ્યું કે, સરકાર દ્વારા નાગરિકો પર વધુ અને મનફાવે તેમ ટેક્સ લાદવો સમાજ પ્રત્યે અન્યાય છે. ચીફ જસ્ટિસ બોબડેએ આ મામલે ભૂતકાળમાં પ્રચલિત ટેક્સના કાયદાઓનું ઉદાહરણ પણ આપ્યું હતું.


ઈનકમ ટેક્સ અપીલેટ ટ્રિબ્યૂનલના 79માં સ્થાપના દિવસ પર આયોજિત કાર્યક્રમમાં ચીફ જસ્ટિસે કહ્યું કે નાગરિકો પાસેથી ટેક્સ એવી રીતે વસુલવામાં આવે, જે રીતે મધમાખીઓ ફૂલોને નુકસાન પહોંચાડ્યા વગર રસ કાઢે છે.

ચીફ જસ્ટિસ બોબડેનું નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે નાણામંત્રી નિરમલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ દેશનું બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. બોબડેએ કહ્યું કે, એક ઝડપી ન્યાયિક સમાધાનને કરદાતા દ્વારા કર પ્રોત્સાહન તરીકે માનવામાં આવે છે. ટેક્સ કલેક્ટર માટે, એક કુશળ ટેક્સ જૂડિશરી આશ્વાસ આપે છે કે, માન્ય મૂલ્યાંકનથી ઉત્પન્ન માંગો પેન્ડિંગ કેસમાં ફસાયેલ નથી. સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ અને CESTATમાં અપ્રત્યક્ષ વેરાથી સંબંધિત અપીલ મામલાની પેન્ડેન્સી લગભગ બે વર્ષમાં 61 ટકા ઘટીને 1.05 લાખ થઈ ગઈ છે.

ઓફિસિયલ આંકડા અનુસાર, 30 જૂન, 2017ના રોજ સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ અને CESTAT માં અપીલની કુલ પેન્ડેન્સી 2,73,591 હતી. જે ઘટીને 31 માર્ચ, 2019માં 61 ટકાના ઘટાડા સાથે 1,05,756 થઈ ગઈ છે.