આ સિવાય 35 કરોડ રૂપિયાની ટેક્સ ચોરી પણ સામે આવી છે. ઈનકમ ટેક્સ વિભાગના સૂત્રો અનુસાર દરોડા દરમિયાન આ ગ્રુપમાંથી 23 કરોડ રૂપિયાની જ્વેલરી, 71 લાખ રૂપિયાની રોકડ રકમ અને લગભગ સવા કરોડ રૂપિયાની મોંધી ઘડિયાળ જપ્ત કરવામાં આવી છે.
આ ગ્રુપમાં લંડન, દુબઈ અને અન્ય સ્થળે જમીન ખરીદી હોવાનું પણ જાણવા મળ્યું છે. ઈનકમ ટેક્સ વિભાગે દાવો કર્યો છે કે દિલ્હી એનસીઆર સિવાય આ ગ્રુપ પાસે દેશભરમાં હોટલોની એક લાંબી ચેન છે. ઈનકમ ટેક્સ વિભાગના સૂત્ર અનુસાર આ ગ્રુપ સામે બ્લેક મની એક્ટ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી શકે છે. હાલ આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે.