નવી દિલ્હી: સમગ્ર દેશ હાલમાં કોરોનાની મહામારી સામે લડી રહ્યો છે. સેનેટાઈઝરનો ઉપયોગ છેલ્લા છ મહિનાથી આપણા જીવનમાં વધી ગયો છે. તેની વચ્ચે સેનેટાઈઝરને લઈને સ્વાસ્થ્ય મંત્રાલયે ચેતવણી જાહેર કરી છે. સ્વાસ્થ મંત્રાલયને લોકોને સલાહ આપી છે કે, હેન્ડ સેનેટાઈઝરનો વધુ પડતો ઉપયોગ ન કરો,  વધુ ઉપયોગ હાનિકારક થઈ શકે છે.


સ્વાસ્થ્ય મંત્રાલયના એડિશનલ ડાયરેક્ટર જનરલ ડૉ. આર કે વર્માએ કહ્યું કે, આ કપરો સમય છે, કોઈએ પણ નહોતું વિચાર્યું હતું કે, વાયરસનો આવો પ્રકોપ હશે. ખુદને બચાવવા માટે માસ્કનો ઉપયોગ કરો, વારંવાર ગર્મ પાણી પીઓ અને હાથ ધોવાનું રાખો તથા સેનેટાઈઝરનો દુરુપયોગ ન કરો.

સ્વાસ્થ્ય વિશેષજ્ઞોએ અગાઉ ચેતવણી આપી હતી કે, સેનેટાઈઝરનો વધુ ઉપયોગ ત્વચાને સ્વસ્થ રાખનાર બેક્ટેરિયને ખતમ કરી શકે છે. નિષ્ણાંતો અનુસારસ, જ્યારે સાબુ અને પાણી ઉપલબ્ધ હોય ત્યારે સેનેટાઈઝરના બદલે સાબુ અને પાણીનો ઉપયોગ કરવો જોઈએ.