નવી દિલ્હીઃ આવકવેરા વિભાગે પાનની જગ્યાએ 12 નંબરના આધારનો ઉપયોગ કરવાને મંજૂરી આપી છે. પરંતુ અહીં ધ્યાન એ રાખવું પડશે કે પોતાનો આધાર નંબર ખોટો લખ્યો તો 10 હજાર રૂપિયા સુધીનો દંડ લાગી શકે છે. આધારની મંજૂરી ફાઈનાન્સ બિલ 2019માં રજૂ કવામાં આવેલ આવકવેરા બિલ 1961ના નવા સંશોધનમાં મળી છે. તે અંતર્ગત પાનની જગ્યાએ આધારના ઉપયોગની મંજૂરી આપવામાં આવી છે. પરંતુ ખોટો આધાર નંબર આપવા પર 10,000 રૂપિયાના દંડની જોગવાઈ છે.


હકીકતમાં ઇનકમ ટેક્સ એક્ટ 1961માં કરવામાં આવેલા સુધારા અનુસાર પાન નંબરના બદલે આધાર નંબરનો ઉપયોગ કરી શકાશે. નવા સુધારામાં ખોટા આધાર નંબર આપવા પર દંડની જોગવાઇ પણ છે.

જણાવી દઇએ કે આ નિયમ તેના પર જ લાગુ થશે જ્યાં પાન નંબરના બદલે આધાર નંબરનો ઉપયોગ કરતાં હશે. જેમ કે ઇનકમ ટેક્સ રિટર્ન ભરવામાં, બેન્ક એકાઉન્ટ ખોલવામાં અથવા તો 50 હજાર રૂપિયાથી વધુના બોન્ડ કે મ્યુચ્યુઅલ ફંડ્, બોન્ડ વગેરે ખરીદવા પર.

જો તમે આધાર નંબરનો જુદી જુદી જગ્યાએ ખોટો લખ્યો હશો તે જેટલી જગ્યાએ ભૂલ કરી હશે એટલી વખત તમારે 10-10 હજાર રૂપિયાનો દંડ ભરવો પડશે.