આધાર કાર્ડમાં હવે સરળતાથી બદલી શકાશે સરનામું, કરવું પડશે આ કામ, જાણો વિગતે
abpasmita.in | 14 Nov 2019 08:44 AM (IST)
પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ નિયમોમાં સુાધારો કર્યા પછી આાધાર કાર્ડમાં સરનામા બદલવાના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ગેઝેટ નોટિફિકેશનમાં જણાવ્યા અનુસાર ઘર બદલનાર વ્યકિતને પોતાના આાધાર કાર્ડમાં નવું સરનામું નાખવા માટે ફક્ત સોગંદનામું રજૂ કરવું પડશે.
નવી દિલ્હીઃ સરકારે આાધાર કાર્ડમાં સરનામુ બદલવાના નિયમો સરળ બનાવ્યા છે. હવે ફક્ત સોગંદનામું રજૂ કરીને સરનામું બદલી શકાશે.આ નવા નિયમને કારણે બેંક ખાતું ખોલવું સરળ બનશે. પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ(મેઇટેનન્સ ઓફ રેકોર્ડ), નિયમોમાં સુાધારો કર્યા પછી આાધાર કાર્ડમાં સરનામા બદલવાના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ગેઝેટ નોટિફિકેશનમાં જણાવ્યા અનુસાર ઘર બદલનાર વ્યકિતને પોતાના આાધાર કાર્ડમાં નવું સરનામું નાખવા માટે ફક્ત સોગંદનામું રજૂ કરવું પડશે. આધાર કાર્ડમાં સરનામું બદલવાના નિયમો સરળ બનાવવામાં આવે તેવી ઘણા સમયથી માગ હતી. પોતાનું વતન છોડીને અન્ય શહેરમાં નોકરીએ જનારા લોકો માટે પણ પોતાના આાધાર કાર્ડમાં સરનામું બદલવું હવે સરળ બની જશે. નાગિન 4માં આ એક્ટ્રેસ ભજવશે બીજી ‘નાગિન’નું પાત્ર, એકતા કપૂરે કર્યો ખુલાસો બ્રિક્સ દેશોએ આર્થિક વિકાસને ગતિ આપી, કરોડો લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યાઃ મોદી