અયોધ્યામાં હાલમાં ચારેય બાજુએ ઉત્સાહનું વાતારણ જોવા મળી રહ્યું છે. લોકો આતુરતાથી ભૂમૂ પૂજનની રાહ જોઈ રહ્યા છે. ભૂમિ પૂજનને લઈને આખું અયોધ્યા જગમગી રહ્યું છે, પરંતુ આ બધાની વચ્ચે રામ ભક્ત અને દેશભરથી અયોધ્યા પહોંચવાની ઇચ્છા રાખનારા શ્રદ્ધાળુઓ એ પણ જાણવા માગે છે કે આ ભૂમિ પૂજન બાદ કેટલો સમય લાગશે રામ મંદિર બનવામાં. આ સવાલનો જવાબ જાણવા માટે એબીપી ન્યૂઝે શ્રી રામ જન્મ્ભૂમિ તીર્થ ટ્રસ્ટના ટ્રસ્ટી સ્વામી પરમાનંદ મહારાજ સાથે વાત કરી. આ વાતચીત દરમિયાન સ્વામી પરમાનંદ મહારાજે જણાવ્યું કે, હાલમાં રામ મંદિરનું ભૂમિ પૂજનનો કાર્યક્રમ નક્કી થયો છે, પરંતુ ત્યાર બાદ પૂરું જોર મંદિર નિર્માણનું કામ ઝડપથી શરૂ કરવા પર હશે.
પરંતુ સવાલ એ હતો કે આખરે શ્રદ્ધાળુઓને રામ મંદિરની અંદર પહોંચીને રામલલાના દર્શન કરવાની તક ક્યારે મળશે. આ સવાલના જવાબમાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટના ટ્રસ્ટી સ્વામી પરમાનંદે જણાવ્યું કે, હાલમાં ભૂમિ પૂજનનો કાર્યક્રમ પૂરો થશે. ત્યાર બાદ ઝડપથી રામ મંદિર નિર્માણું કામ શરૂ થઈ જશે. તેને ધ્યાનમાં રાખીને ટ્રસ્ટે મંદિર બનાવનારી કંપનીને મંદિર નિર્માણ પૂરું કરવા માટે આગામી 32 મહિનાનો સમય આપ્યો છે. એટલે કે હવેથી 2 વર્ષ 8 મહિના બાદ ભવ્ય રામ મંદિરનું નિર્માણ કાર્ય પૂરું થઈ શકે છે.
બીજી બાજુ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટના ટ્રસ્ટી પરમાનંદ જી મહારાજે એક મહત્ત્વની જાણકારી શેર કરી છે. પરમાનંદ જી મહારાજ અનુસાર દેશભરમાં જે જે જગ્યાઓ પર શિલા પૂજન થયું છે, એ તમામ શિલાઓનો ઉપયોગ રામ મંદિરના નિર્માણમાં કરવામાં આવશે. એટલું જ નહીં અયોધ્યાના કારસેવક પુરમમાં બનાવવામાં આવેલ કાર્યશાળામાં જે પત્થર રાખવામાં આવ્યા છે તેનો પણ ઉપયોગ રામ મંદિરના નિર્માણમાં કરવામાં આવશે.
આ શિલાઓ અને પત્થરો ઉપરાંત અયોધ્યામાં કારસેવક પુરમમાં હજારો હજારની સંખ્યા ઇંટ પણ રાખવામાં આવી છે, જે દેશના અલગ અલગ ભાગમાંથી આવેલ શ્રદ્ધાળુઓએ પોતાની શ્રદ્ધા તરીકે અહીં રાખી છે. આ ઉપરાંત કારસેવક પુરમમાં જે ઇંટ રાખી છે અને એ ઇંટોનો ઉપયોગ પણ રામ મંદિરના નિર્માણમાં કરવામાં આવશે.