નવી દિલ્લીઃ પૈરાનૉરમલ એક્ટિવિટી એક્સપર્ટ ગૌરવ તિવારીની રહસ્યમય સંજોગોમાં મોત થઇ ગયું છે. તેમની મોત 7 જુલાઇના રોજ થઇ છે. જોકે તેમની મોતનું કારણ જાણી શકાયું નથી, દિલ્લી પોલીસનું માનવુ છે કે, આ મામલો આત્મહત્યાનો હોઇ શકે છે. મોતનું સાચુ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ જાણી શકાશે. ગૌરવની બોડી બાજરૂમના ફ્લોર પર પડેલી મળી હતી. પોલીસનું કહેવું છે કે, પ્રારંભિક ઑટોપ્સી રિપોર્ટ મુજબ તિવારીની મોત પાછળ કોઇ ગડબડી કે આશંકા નજર નથી આવતી. અને આત્મહત્યાના કારણ જાણવાનું હજી બાકી છે.
ગૌરવ તિવારીએ પાયલોટની ટ્રેનિંગ લીધી હતી, પરંતુ તેણે પૈરાનૉર્મલ એક્સપર્ટ બનવાનું પસંદ કર્યુ. તે ટીવી શોમાં આત્માના હોવા કે નહી હોવના દાવા પર પૈરાનૉર્મલ એક્ટિવિટી એક્સપર્ટ તરીકે કામ કરતો હતો. તેમણે આત્મા અને ભૂત-પ્રેત અને રહસ્યમયી દુનિયા જેવા વિષય પર વિજ્ઞાનીક અદ્યયન માટે 'ઇંડિયન પૈરાનૉર્મલ સોસાયટી' સંસ્થા બનાવી હતી. ગૌરવ અલગ-અલગ ઉપકરણો સાથે કથિત રૂપથી ભૂતીયા જગ્યા પર તપાસ કરવા માટે જતો હતો. તેમની પાસે યુવાનોની પૂરી ટીમ છે. તેમને દેશભરમાં ઓળખ ત્યારે મળી જ્યારે તેમણે કથિત રૂપથી ભયાનક માનવામાં આવતી જગ્યાઓ પર રાતવાસો કરીને કેટલાય પ્રમાણ એકઠ્ઠા કર્યા.
ઇંડિયન પૈરાનૉરમલ સોસાયટીની વેબસાઇટ અનુસાર ગૌરવે 6000 ભૂતિયા જગ્યાઓની મુલાકાત લીધી હતી. દેશમાં સૌથી વધુ હૉન્ટેડ માનવામાં આવતા ભાણગઢ કિલ્લા અન કુલધરા ગામમાં પણ રાતવાસો કરીને સંશોધન કર્યું હતું. તેમજ રહસ્યમય એક્ટિવિટી સંબંધમાં સંશોધન કર્યું હતું. ગૌરવે આ સિવાય હૉન્ટેડ વીકેન્ડ્સ વિદ સની લિયોન, એમટીવીના ગર્લ્સ નાઇટ આઉટ, ભૂત આયા અને ફિયર ફાઇલ્સ જેવા ઘણા ટીવી શોના ભાગ રહી ચુક્યા હતા. આ સિવાય 16 ડિસેમ્બર, અને ટૈંગો ચાર્લી જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું.