PM Modi News: વડાપ્રધાન નરેન્દ્ર મોદી છેલ્લા પખવાડિયાથી વ્યસ્ત વિદેશ પ્રવાસનું શેડ્યૂલ ધરાવે છે. આ મહિનાની શરૂઆતમાં તેઓ બુદ્ધ જયંતિ માટે નેપાળ ગયા પહેલા ત્રણ દિવસ માટે જર્મની, ડેનમાર્ક અને ફ્રાન્સ ગયા હતા. વડાપ્રધાન આ મહિને તેમના વ્યસ્ત કાર્યક્રમને ચાલુ રાખીને આવતા અઠવાડિયે બીજી મહત્વપૂર્ણ મુલાકાત માટે જાપાન પરત ફરશે. જો તમે નજીકથી જુઓ તો તેના શેડ્યૂલની પેટર્ન છે. તેઓ સામાન્ય રીતે સમય બચાવવા માટે રાત્રે મુસાફરી કરે છે. તેમના વિદેશ પ્રવાસના સ્થાન પર ઉડાન ભર્યા બાદ બીજા દિવસે વિવિધ કાર્યક્રમો અને મીટિંગ્સમાં હાજરી આપે છે.


આજે પીએમ મોદી જશે જાપાન


તેમની જાપાનની મુલાકાત તેનાથી અલગ નહીં હોય. તે 22 મેની રાત્રે રવાના થશે, 23 મેના રોજ વહેલી સવારે ટોક્યો પહોંચશે અને તરત જ કામ કરવા માટે રવાના થશે. તેઓ ટોચના ઉદ્યોગપતિઓ સાથે બેઠક કરશે અને ભારતીય સમુદાયને સંબોધશે. પીએમ મોદી બીજા દિવસે ક્વાડ મીટિંગમાં ભાગ લેશે, દ્વિપક્ષીય બેઠક કરશે અને પછી તે જ રાત્રે ભારત પરત જશે.


આ મહિના પાંચ દેશોની મુલાકાતમાં ત્રણ રાત પ્લેનમાં


વડાપ્રધાને તેમની તાજેતરની મુલાકાતોમાં માત્ર એક રાત જર્મની અને ડેનમાર્કમાં વિતાવી હતી. તેવી જ રીતે, જાપાનની મુલાકાત દરમિયાન પણ, તેઓ માત્ર એક રાત વિતાવશે અને રાત્રિ દરમિયાન પાછા ફરશે. એકંદરે, પીએમ મોદીએ આ મહિને પાંચ દેશોની મુલાકાત લેશ, જ્યારે આ દેશોમાં કુલ ત્રણ રાત વિતાવી હશે. સમય બચાવવા તેણે ચાર રાત પ્લેનમાં વિતાવી હશે.


કેમ પીએમ મોદી રાત્રે જ વિદેશ પ્રવાસે જવાનું કરે છે પસંદ


વડાપ્રધાન મોદીને ઘણા વર્ષોથી ઓળખતા એક સૂત્રએ જણાવ્યું કે નેવુંના દાયકાની શરૂઆતમાં  જ્યારે એક સામાન્ય નાગરિક તરીકે મુસાફરી કરતા હતા, ત્યારે નરેન્દ્ર મોદી ખાસ ફ્રિક્વન્ટ-ફ્લાયર કાર્ડનો સારો ઉપયોગ કરતા હતા. તેઓ દિવસ દરમિયાન સ્થળોની મુલાકાત લેતા અને સામાન્ય રીતે છેલ્લી ફ્લાઇટમાં પરત ફરતા હતા. જેથી હોટેલ-સ્ટેના પૈસા બચાવી શકાય. તેઓ ઘણી વાર એરપોર્ટ પર સૂતા રહેતા હતા.. પીએમના નજીકના સૂત્રોએ ઉમેર્યું હતું કે, સમય અને સંસાધનોની બચત કરવી તેમની આદતોમાંની એક બની ગઈ છે.


પીટીઆઈના અગાઉના અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે ફ્લાઇટમાં પગ મૂકતાની સાથે જ વડાપ્રધાન તેમના શરીર અને ઊંઘના ચક્રને ગંતવ્ય સ્થળના સમય ઝોનમાં ગોઠવે છે, સૂત્રોએ ઉમેર્યું હતું કે જો આનો અર્થ એ થાય કે ભારતમાં રાત હોય ત્યારે પણ ઉપડે તો ગંતવ્યના દેશમાં એક દિવસ હશે. જેથી કદાચ ઊંઘશે નહીં.  તેઓ જ્યારે ભારત પરત ફરે છે ત્યારે પણ આમ કરે છે અને ભારતીય સમય અનુસાર તેના શરીર અને ઊંઘના ચક્રને ટ્યુન કરે છે. તેઓ સુનિશ્ચિત કરે છે કે જ્યારે તે દિવસના સમયે ઉતરે ત્યારે તે ફ્રેશ હોય અને કોઈ પણ સ્થાને જવા માટે તૈયાર હોય.