સીબીએસઇ અને કાન્સિલ ફોર ધ ઇન્ડિયન સ્કૂલ સર્ટિફિક્ટ એક્ઝામિનેશન (સીઆઇએસસીઇ) દ્વારા આયોજીત 12માં  ધોરણની પરીક્ષાને લઇને અંતિમ નિર્ણય કરવામાં આવ્યો છે. તો દેશની સર્વાચ્ચ અદાલતમાં પરીક્ષા રદ્દ કરવાની માંગવાળી અરજી પર પણ સુનાવણી થશે. આ બધાની વચ્ચે 12માં ધોરણની પરીક્ષા માટે કેટલાક વિકલ્પ રાખવામાં આવ્યાં છે. તો રદ્દ કરવાની સ્થિતિમાં પણ કેટલાક વિકલ્પ આપવામાં આવી રહ્યાં છે. 


દેશમાં કોરોનાની બીજી લહેર ઘાતક સાબિત થઇ હોવાથી જુન-જુલાઇમાં યોજનાર 12માંની પરીક્ષાને સ્થગિત કરી દેવાઇ છે. તો 12ની લંબાયેલી પરીક્ષાની તારીખ મુદ્દે પણ કોઇ નિર્ણય નથી લેવાયો. તો સુપ્રીમ કોર્ટે આજે સીબીએસઇ અને આઇસીએસીઇ બોર્ડ દ્રારા લેવાનાર 12ની પરીક્ષા રદ કરવાની અરજી પર સુનાવણી થશે. અરજીમાં વિશિષ્ટ સમય સીમાની અંદર પરિણામ જાહેર કરવા માટે એક ઓબ્જેક્ટિવ મેથડોલોજીી તૈયાર કરવાના નિર્દેશ માગ્યાં છે. આ સાથે કોર્ટ ટોની જોસેકની અરજી પણ પર વિચાર કરશે જેમાં તર્ક અપાયો છે કે 12માની પરીક્ષાને રદ્દ ન કરવી જોઇએ. 


એજ્યુકેશન એક્સ્પર્ટ પરીક્ષા લેવાના પક્ષમાં
એજ્યુકેશન એક્સ્પર્ટ અને સંસ્થાના પ્રમુખોએ 12માં ધોરણની પરીક્ષા લેવાના પક્ષમાં છે. તેમના મત મુજબ 12ની પરીક્ષા સ્કૂલી અભ્યાસનો અંત હોય  છે અને આગલની કરિયર અને હાયર એજ્યુકેશન માટેનો પાયો હોચ છે. જેના પર વિદ્યાર્થીનું ભાવિ કરિયર નક્કી થાય છે તેથી આ પરીક્ષા લેવાવી જોઇએ. જો આ દરમિયાન જો પરીક્ષા લેવાશે તો વિદ્યાર્થીઓ સામે કયાં કયાં વિકલ્પ હશે અથવા તો નહીં લેવાય તો કયાં વિકલ્પ હશે જાણીએ


પરીક્ષા માટે શું છે વિકલ્પ?
જો બારમાં ધોરણની પરીક્ષા લેવાશે તો વિદ્યાર્થી માટે 2 વિકલ્પ હશે પહેલો વિકલ્પ નોટીફાઇડ સેન્ટ્રર પર પરીક્ષા લેવામાં આવે તો બીજો વિકલ્પ છે, સંબંધિત સ્કૂલોમાં શોર્ટ ડ્યૂરેશનનીઓબ્જેક્ટિવ  ટાઇપની પરીક્ષા   લઇ શકાય. આ બંને વિકલ્પ માટે કેન્દ્રે રાજ્ય સરકાર પાસે લેખિતમાં મંતવ્યો મંગાવ્યાં છે. 


તો બીજી તરફ બારમાંની પરીક્ષા રદ્દ કરવામાં આવે તો આ સ્થિતિમાં વિદ્યાર્થીના મુલ્યાકન માટે પણ કેટલાક વિકલ્પ પર વિચાર કરવામાં આવી રહ્યો છે. જેમાં 9,10 અને 11ના રિઝલ્ટ મુજબ બાળકના 12માં ધોરણનું રિઝલ્ટ આપી શકાય.  જો કે આ મુદ્દે હજું કોઇ અંતિમ નિર્ણય નથી લેવાયો. સીબીએસઇના વિદ્યાર્થીઓ  અને પેરેન્ટસના નિર્ણયની રાહ જોવાઇ રહી છે. જો સુપ્રીમ કોર્ટ પરીક્ષા લેવાનો નિર્ણય આપશે તો  1 જૂને  પરીક્ષાનું શિડ્યુલ જાહેર થઇ જશે.