મહારાષ્ટ્રમાં કોરોનાની ત્રીજી લહેર આવી ગઈ હોવાનું કહેવાય છે. અહમદનગરમાં માત્ર એક જ મહિનામાં 8000થી વધારે બાળકો કોરોનાની ઝપેટમાં આવ્યા છે. રાજ્ય સરકારે ત્રીજી લહેર સામે લડવા માટે પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. નિષ્ણાંતો પહેલા જ કહી ચૂક્યા છે કે કોરોનાની આવનારી ત્રીજી લહેર બાળકો માટે વધારે ખતરનાક હશે. મહારાષ્ટ્રમાં સાંગલી શહેરમાં ખાસ કરીને બાળકો માટે COVID-19 વોર્ડ તૈયાર કરવામાં આવી રહ્યો છે. હાલમાં અહીં પાંચ બાળકોની સારવાર ચાલી રહી છે અને વધારે દર્દી માટે સુવિધા તૈયાર કરવામાં આવી રહી છે.


કોર્પોરેટર અભિજીત ભોસલેએ કહક્યું કે, “અમે બાળકો માટે અહીં કોવિડ વોર્ડ તૈયાર કર્યા છે જેથી જ્યારે ત્રીજી લહેર આવે ત્યારે અમે તૈયાર હોઈએ અને બાળકોને એવું નહીં લાગે કે તે હોસ્પિટલમાં છે, પરંતુ તેમને લાગશે કે તે સ્કૂલ કે નર્સરીમાં છે.”


આ જ મહિને અહમદનગરમાં ઓછામાં આછો 8000 બાળકો કરોનાની ઝપેટમાં આવતા અધિકારીઓની ચિંતા વધી ગઈ છે. આ જિલ્લાના લગભગ 10 ટકા કેસ છે.


જિલ્લા પ્રશાસ ત્રીજી લહેરની તૈયારી માટે બાળ રોગ નિષ્ણાતોંની સલાહ લઈ રહ્યું છે. અહમદનગરના જિલ્લા પ્રમુખ રાજેન્દ્ર ભોસલેએ કહ્યું, “એકલા મેમાં 8000 બાળકો પોઝિટિવ આવ્યા. આ ચિંતાજનક છે.”


ધારાસભ્ય સંગ્રામ જગતાપે કહ્યું, “બીજી લહેર દમરિયાન બેડ અને ઓક્સીજનની અછત હતી. માટે અમે ત્રીજી લહેર દરમિયાન તેનાથી બચવાની જરૂરત છે અને માટે ખુદને પૂરી રીતે તૈયાર કરવાની જરૂરત છે.”


રાજ્ય સરાકર કોઈ જોખમ લેવા નથી માગતી. તેમણે આશા વ્યક્ત કરી કે જુલાઈના અંત સુધી અથવા ઓગસ્ટની શરૂઆતમાં સંભવિત ત્રીજી લહેર આવી શકે છે, જેથી અધિકારીઓને તૈયારી માટે લગભગ બે મહિનાનો સમય મળશે.


Gujarat Corona cases: રાજ્યમાં 2 હજારથી ઓછા નવા કેસ નોંધાયા,  5 હજારથી વધુ દર્દીઓએ કોરોનાને આપી મ્હાત


કોરોના બાદ હવે બાળકોમાં MIS-C રોગનો ખતરો વધ્યો, જાણો શું છે લક્ષણ અને શું સાવચેતી રાખશો ?